Site icon Gujarat Mirror

રાજકોટ-સૌરાષ્ટ્રની જનતાએ આપેલા સહકારનો હું ઋણી : ગોવિંદભાઇ પટેલ

જન્મ દિવસે 50 વર્ષથી ભાજપ સાથે રહી કરેલી લોકસેવાના સંભારણાને વાગોળતા પૂર્વ મંત્રી : પક્ષે માગ્યા વગર ઘણુ બધુ આપ્યાનો ઉલ્લેખ : વડાપ્રધાન મોદીના મુખ્યમંત્રી કાળમાં મંત્રી મંડળમાં સમાવેશ અને કામગીરીને જીવનનો અમૂલ્ય અવસર ગણાવ્યો

જાહેર જીવનની અર્ધી સદી વટાવતા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કારકિર્દીની શરૂૂઆત 1971 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કરેલ, જનસંઘના મોભી અને ખેડૂતપુત્ર કેશુભાઈ પટેલ, રાજકોટ – 1 અને વાંકાનેર વિધાનસભા એમ બે શીટ પરથી ચૂંટણી લડતા હું હતા એ સમયે કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામેથી અભ્યાસ અર્થે આવેલા ગોવિંદભાઈને જનસંઘના આગેવાન હર્ષદભાઈ વૈઘે રાષ્ટ્રભાવનાની સમજ આપીને પક્ષમાં કાર્યરત કરેલ. પક્ષનું કામ કરતા જનસંઘના આગેવાન જીતુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ધીરજ અને ખંતથી કામ કરતાં રહ્યા, એ રાજકીય સંઘર્ષના દિવસોમા સ્વ.ચીમનભાઈ શુક્લ, સ્વ.અરવિંદભાઈ મણીઆર, સ્વ.કેશુભાઈ પટેલ, કાંતિભાઈ વૈદ્ય, રમણીકભાઈ વૈદ્ય, વજુભાઈ વાળા વગેરે આગેવાનો સાથે પરિચય થયો, અને પારિવારિક ભાવનાથી કામ કરતા આગેવાનો સાથે આત્મીય પરિચય કેળવાયો.

કોંગ્રેસનો સૂર્ય મધ્યાહને તપતો હતો,પરંતુ કટોકટી કાળના કારમાં દિવસો પસાર થયા જનતા મોર્ચાનુ ગઠન થયું અને પ્રચંડ બહુમતીથી જનતા મોરચો ચૂંટાયો અને રાજકીય કારકિર્દીને એક નવી દિશા મળી જનતા મોર્ચાની યુવા પાંખના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી સમય પ્રમાણે ભા.જ.5. ની સ્થાપના થઇ. 1980 થી 1986 સુધી રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની જવાબદારી પક્ષ તરફથી સોંપવામાં આવી પ્રજા સાથેના સીધા સંપર્કોના કારણે સેવા કરવાનો બહોળો સમય મળ્યો, અને નવા સ્કુલ બિલ્ડીંગો વિધાર્થીઓની સંખ્યા વધારવાનો તથા નવા સ્કુલ શિક્ષકોની ભરતીનો અવસર મળ્યો.

સૌરાષ્ટ્ર માટે 1984 થી 1989 સુધીનો સમયગાળો અતિ કઠીન હતો. એક તરફ ત્રણ ત્રણ વર્ષના દુકાળ અને બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારના સામાજિક જીવનને રંજાડતા ગુંડાઓ આવી પરિસ્થિતિમા પોપટભાઈ સોરઠીયા, ચીમનભાઈ શુક્લ, સુર્યકાન્તભાઈ આચાર્યએ સૌરાષ્ટ્ર ગુંડાગીરી નાબુદી સમિતિ બનાવી જેમાં શિવલાલભાઈ વેકરીયા, સવજીભાઈ કોરાટ,ચંદ્રેશભાઈ પટેલ, દિલીપભાઈ સંઘાણીની ટીમ સાથે રહીને ગુંડાગીરી નાબુદી સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારને જાગૃત કરવા અને હિંમતભેર સામનો કરવાનુ આહવાન કરતાની સાથે જાનના જોખમે લડતો ચલાવી.

આમ સતત સંઘર્ષના રાજકીય વાતાવરણમાં વોર્ડ નં – 8ના એક અદના કાર્યકરથી શરુ કરીને. શહેર પ્રમુખ જીલ્લા (ત્રણ વખત પ્રદેશ કારોબારી સભ્ય સમય પ્રમાણે શિક્ષણ સમિતિના ચેરમેન,કોર્પોરેટર, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર વગેરે જવાબદારીઓ સંભાળી આ સમય દરમ્યાન સોરઠીયાવાડીચોક, સિંદુરિયાખાણ, સ્વિમિંગપુલ, 80ફૂટ રોડ ઓવરબ્રીજ, આજીડેમ, પક્ષીઘર, લાલપરી કબીર ટેકરી લેન્ડ સ્ક્રેપિંગ વગેરે બનાવવાનું કામ હાથ ધરેલ.

સંગઠનના કાર્યકર્તા હોવાથી ક્યારેય માગ્યું નથી પરંતુ પક્ષે, શાળાબોર્ડ, મેયર, ડે.મેયર,ગ્રામ્ય વિકાસ નિગમ ચેરમેન,ધારાસભ્ય, રાજ્યમંત્રી, અને ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકેની રાજકીય યાત્રામાં નવી આર્યુવેદિક હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલનું એક્સપાંશન, નવી કેન્સર હોસ્પિટલ,ઝનાના હોસ્પિટલનું નવીનીકરણ સાયન્સ સીટીની ભેટ રાજકોટને અપાવવાનું સદભાગ્ય મળ્યું. રાજકોટની જનતાએ અને રાજકોટ જીલ્લા અને સૌરાષ્ટ્રની જનતાએ ખુબ જ પ્રેમ અને સહકાર આપ્યો છે જેનું ઋણ ચૂકવી શકાય એમ નથી.ગુજરાતની જનતા મોર્ચો સરકાર બની, ત્યારબાદ અટલજી વડાપ્રધાન બન્યા, 1995 થી અત્યાર સુધી પક્ષનું શાસન અનુભવ્યું,તેમાં પણ 2007 થી નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરાત વિધાનસભા તથા 2012 ના પ્રધાનમંડળમાં કામ કરવાની તક મળી એ જીવનનું સંભારણું છે. આ સમય દરમ્યાન મહાનગરોમાં ટોચ મર્યાદા ના કારણે ઉભી થયેલ સૂચિત સોસાયટી બની ગયેલ હતી. પરંતુ આધાર ન હતો,તે આધાર અપાવવાનો કાયદો વિધાનસભામાં સફળ રજૂઆતના અંતે બન્યો અને હજારો કુટુંબોના આશીર્વાદ સમાન એતિહાસિક કામનો યશ મળ્યો એ કાયમી સ્મૃતિમાં રહેશે.

Exit mobile version