Site icon Gujarat Mirror

ભાભી સાથે ચડભડ થતાં કોઠારિયા સોલવન્ટની સગીરાએ એસીડ પીધું

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં રહેતી 17 વર્ષિય સગીરાએ ભાભી સાથે ચડભડ થતાં લાગી આવવાથી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જયારે બીજા બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતા આધેડે એસીડ પી લેતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં સરદાર ગૌશાળા પાછળ રહેતી વિભા અવધેશ કુમાર મહંતો (ઉ.વ.17)નામની સગીરાએ આજે સવારે પોતાના ઘરે એસીડ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સગીરાને તેની ભાભી સાથે કોઇ બાબતે ચડભડ થઇ હોય જેથી લાગી આવતા આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

જયારે બીજા બનાવમાં કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં નિલકમલ સોસાયટીમાં રહેતા ખીમજીભાઇ મધાભાઇ ચૌહાણ (ઉ.વ.50)નામના આધેડે આજે સવારે મેટોડા ગેઇન નં.1પાસે અગમ્ય કારણોસર એસીડ ગટગાટવી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી મેટોડા પોલીસને જાણ કરી હતી.

Exit mobile version