Site icon Gujarat Mirror

મનહરપરાના કુખ્યાત પેડલરને અઢી કિલો ગાંજો સપ્લાય કરનાર ચોટીલાના શખ્સની શોધખોળ

 

શહેરના ભાવનગર રોડ પરના ફાયર બ્રિગેડની પાછળ મનહરપરા શેરી નં.7માં રહેતાં કુખ્યાત પેડલર આકાશ ઉર્ફે મરચો હરિભાઈ બાબરીયા (ઉ.વ.28)ને એસઓજીએ અઢી કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તપાસમાં ચોટીલા પંથકનાં સપ્લાયરનું નામ ખુલ્યું હોય તેને ઝડપી લેવા એસઓજીની ટીમે તપાસ શરૂૂ કરી છે. તેમજ 19 ગુન્હામાં સંડોવાયેલ આ શખ્સ પાસેથી ગાંજો ખરીદનાર અંગે એસઓજી એ તપાસ શરૂૂ કરી છે.

રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા નસ્ત્રજઅઢ ગઘ ઝઘ ઉછઞૠજસ્ત્રસ્ત્ર મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા પેડલર અને સપ્લાયર સામે એસઓજી કડક કાયવાહી કરી રહી છે તેમજ અગાઉ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પકડાયેલ આરોપીઓ જામીન ઉપર મુક્ત થયે તેઓની અલગ અલગ મેન્ટરની નિમણૂંક કરવામાં આવે છે.

તમામ મેન્ટર હેઠળના અલગ અલગ આરોપીઓ ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય ત્યારે એસઓજીના દિગ્વિજયસિંહ ગોહિલ અને હાર્દિકસિંહ પરમારને મળેલી ચોકકસ બાતમીના આધારે મનહરપરા શેરી નંબર 7 માંથી આકાશ ઉર્ફે મરચાને તેના મકાનમાંથી જ 2.570 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. મોબાઈલ ફોન અને વજનકાંટો મળી કુલ રૂૂા.31200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી આકાશ ઉર્ફે મરચો લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તેના વિરૂૂધ્ધ અત્યાર સુધીમાં 19 ગુના નોંધાયેલા છે.

ચાલુ સાલમાં જ તેને પ્ર.નગર પોલીસે ગાંજા સાથે ઝડપી લીધો હતો. તે પહેલાં 2022ની સાલમાં પણ તેના વિરૂૂધ્ધ માદક પદાર્થો અંગે કેસ નોંધાયો હતો.આ ઉપરાંત તેના વિરૂૂધ્ધ ચોરી, ચિલઝડપ, લૂંટ સહિતના તમામ મળી કુલ 19 ગુના નોંધાયેલા છે. ઘણાં સમયથી ગાંજાનો વેપલો કરતો હોવાની માહિતી એસઓજીને મળી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયાની સુચનાથી પી.આઈ એસ.એમ.જાડેજા,પીએસઆઈ વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઇ. અરૂૂણભાઈ બાંભણીયા,વિરેન્દ્રસિંહ ઝાલા,ઇન્દ્રસિંહ જાડેજા,ફિરોજભાઈ રાઠોડ,મૌલિકભાઇ સાવલીયા,યોગેન્દ્રસિંહ ઝાલા,હરદેવસિંહ જાડેજા મહિલા પોલીસ મોનાબેન બુસા સાથે મહાવિરસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

Exit mobile version