Site icon Gujarat Mirror

KKV બ્રિજ ગેમઝોનની મફતના ભાવે લ્હાણી

મહાનગરપાલિકા દ્વારા કે.કે.વી. હાઈલેવલ ઓવરબ્રીજ નીચે આત્મીય કોલેજની સામે ગેમઝોન તૈયાર કર્યુ છે. પરંતુ બન્ને બાજુ સર્વિસ રોડ ઉપર વાહનોની સતત અવર જવર હોવાથી આ ગેમઝોન દુર્ઘટના સર્જી શકે છે તેવો ભય લોકો દ્વારા અને વિપક્ષો દ્વારા પણ ઉભો કરી ગેમઝોન ચાલુ કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છતાં મહાપાલિકાએ વિવાદીત ગેમઝોન ઉચાભાડાથી કોઈ નહીં રાખે તેથી રૂા. 2 લાખ પ્રતિ વર્ષના ભાડાથી ગેમઝોન ભાડે આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે.તેની સામે સંસ્થાને ભાડાની આવક માસિક રૂપિયા 1 લાખથી વધુ થવાની સંભાવના જોવાઈ રહી છે. આથી વિવાદના કારણે ગેમઝોન મફતના ભાવે લ્હાણી કરવાની તંત્રને ફરજ પડી છે.

મહાપાલિકાએ કે.કે.વી. હાઈલેવલ બ્રીજ નીચે તૈયાર થયેલ ગેમઝન ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. આ ગેમઝોનને સ્પોર્ટસ સંકુલ જેવું નામ આપવામાં આવ્યું છે. જેમાં બોક્સ ક્રિકેટ પિકલ બોલ, સ્કેટીંગ, ઈન્ડોર ગેમ્સ, સ્નૂકર ટેબલ, પુલ ટેબલ, ઈલેક્ટ્રીક એર હોકી, ચેસ, કેરમ સહિતની રમતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના ફી ના દર પણ મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ ફીના આધારે ગેમઝોન દિવસ અને રાત્રી સુધીમાં સતત 12 કલાક ચાલે તો ભાડે રાખનાર સંસ્થાને અધધધ. .. આવક થવાની સંભાવના જોવાઈ રહી છે. છતાં વિવાદના કારણે અને જવાબદારી ફિક્સ થતી હોય સાવ સસ્તાભાવે ગેમઝોન ભાડેથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગેમઝોનમાં રમતોના દર
કે.કે.વી. બ્રીજ નીચે તૈયાર થયેલ ગેમઝોન ભાડે દેવાની સાથો સાથ રમતોના દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં બોક્સ ક્રિકેટ પ્રતિ કલાક રૂા. 400, તથા પિકલ બોલ પ્રતિ કલાક રૂા. 500, તથા સ્કેટીંગરી પ્રતિ માસ પ્રતિ મેમ્બર માટે રૂા. 500 તેમજ સ્નૂકર ટેબલ પ્રતિગેમ રૂા. 100, પુલ ટેબલ પ્રતિ ગેમ રૂા. 50, ઈલેક્ટ્રીક હેર હોકી પ્રતિગેમ રૂા. 50, ચેસ પ્રતિ કલાક રૂા. 50 અને કેરમ પ્રતિ કલાક રૂા. 50 સહિતના ભાડાના દર નક્કી કરવામાં આવ્યા છે.

બજરંગવાડીમાં બનશે નવું ફાયર સ્ટેશન
રાજકોટ શહેરનો વ્યાપ વધતા મહાનગરપાલિકાએ ફાયર સ્ટેશનોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા રીંગરોડ તેમજ કોઠારિયામાં નવા ફાયર સ્ટેશનો બનાવવા માટેની તૈયારી શરૂ કર્યા બાદ હવે બજરંગવાડીમાં નવાફાયર સ્ટેશન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીછ ે. જે મુજબ બજરંગવાડી માં મનપાના પમ્પીંગ સ્ટેશનની બાજુમાં આવેલ ખાલી પ્લોટ ઉપર રૂા. 20 લાખના ખર્ચે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જેના લીધે આ વિસ્તારના લોકોને આગની દુર્ઘટના સમયે ઝડપથી રાહત બચાવ કામગીરી ઉપલબ્ધ થશે.

Exit mobile version