ભગવતી પરાના શખ્સ વિરૂદ્ધ ભક્તિનગર પોલીસમાં પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો
હાલમાં યુવક યુવતીઓ અને સગીર દ્વારા સોશયલ એપ પર એકાઉન્ટ બનાવી અને અજાણયા વ્યકિતીઓ સાથે વાતચીત કરવામાં આવે છે. ત્યારે અમૂક શખ્સો દ્વારા સગીરાઓ તેમજ યુવતીઓને ફસાવી અને તેમની સાથે શારીરીક શોષણ કરવામાં આવતુ હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ પરીચયમાં આવેલા ભગવતીપરાના શખ્સે દુષ્કર્મ ગુર્જાયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. કોઠારીયા મેઈન રોડ પર આવેલ સિંદૂરીયા ખાણ વિસ્તારની 13 વર્ષની તરૂૂણી પર ભગવતીપરાના 17 વર્ષીય સગીરે બે વખત દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ હતી. જે અંગે તરૂૂણીના પરિવારને જાણ થતાં પોલીસ મથકે દોડી ગયાં હતાં અને પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને અટકમાં લેવાં તજવીજ આદરી હતી.
બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળેલ વિગત મુજબ, કોઠારીયા મેઈન રોડ પર આવેલ સિંદૂરીયા ખાણ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા મોબાઈલ વાપરતી હોય અને તેને ઈન્સ્ટાગ્રામ થકી ભગવતીપરાના સગીર સાથે પરિચય થયો હતો અને બંને એકબીજા સાથે વાતચીત કરતાં હતાં.
જે દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને આરોપી થોડા સમય પહેલાં તરૂૂણીને ભગવતીપરામાં પોતાના મકાને લઈ આવી બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો.જે બાદ ફરીવાર પણ આરોપી તરુણીને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બનાવ અંગે પરિવારને જાણ થતાં તેઓને નીચેથી જમીન સરકી ગઈ હતી અને તુરંત જ પોલીસ મથકે દોડી ગયાં હતાં. જ્યાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ સરવૈયા અને સ્ટાફે આરોપીને સંકજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

