ખમા…ખમા… ભાજપ નેતાએ ધુણી ધુણીને સાંકળો વિંઝી

તાજેતરમાં શહેર ભાજપનું નવું માળખુ જાહેર કરાયું છે. જેમાં સોમાભાઈ ભાલિયાને શહેર ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં સોમાભાઈ ભાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ…

તાજેતરમાં શહેર ભાજપનું નવું માળખુ જાહેર કરાયું છે. જેમાં સોમાભાઈ ભાલિયાને શહેર ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં સોમાભાઈ ભાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તેઓ માતાજીના માંડવા પ્રસંગે ધૂણતા નજરે ચઢે છે. ધૂણવા ઉપરાંત વાસામાં સાંકળ મારતા પણ નજરે ચઢે છે. આ અગાઉ તત્કાલીન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનો પણ વીડિયો વાયરલ થયો હતો. રૈયાણી પરિવારના રાખડીબંધ ભુવા તરીકે તેઓ પણ ચુંદડી ઓઢીને ધૂણતા દેખાયા હતાં.