Site icon Gujarat Mirror

રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં વધુ એક જનરલ કોચ જોડાયો

યાત્રિકોની સંખ્યામાં વધારો થતા સુવિધા વધારાઇ

યાત્રીઓની સુવિધા અને માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટવેરાવળરાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ કાયમી ધોરણે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સુવિધા આજથી અમલમાં આવી છે. આ અંતર્ગત ટ્રેન નંબર 59423 રાજકોટવેરાવળ અને ટ્રેન નંબર 59424 વેરાવળરાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો સામાન્ય કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે. આ પહેલથી યાત્રીઓને વધુ સગવડતાપૂર્ણ મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે, સાથે જ ભીડના દબાણમાં પણ ઘટાડો થશે.

Exit mobile version