રાષ્ટ્રીય

વાયનાડમાં ભૂસ્ખલન બાબતે કેરળ સરકારને ચેતવણી આપી છતાં અવગણના કરી: અમિત શાહ

Published

on

ચાર-ચાર વાર ચેતવણી આપી હોવાનો ગૃહપ્રધાન શાહનો દાવો


કેરળ સરકાર પર નિશાન સાધતા તેમણે વધુમાં કહ્યું કે આ દેશમાં એવી રાજ્ય સરકારો છે જેણે આ પ્રકારની ચેતવણીનો ઉપયોગ કરીને ઝીરો કેઝ્યુઅલ્ટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું છે. નવીન પટનાયક જ્યારે ઓડિશામાં સત્તા પર હતા, ત્યારે અમે સાત દિવસ અગાઉ ચક્રવાતનું એલર્ટ મોકલ્યું હતું, માત્ર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, તે પણ ભૂલથી.


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે રાજ્યસભામાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે વાત કરી હતી. કેરળની ડાબેરી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કેરળ સરકારને આવી આફતની સંભાવના અંગે પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સામાન્ય રીતે ઘણા રાજ્યો આવી ચેતવણીઓ પર ધ્યાન આપે છે, પરંતુ કેરળ સરકારે તેની અવગણના કરી.


અમિત શાહે વાયનાડમાં ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, હું આ ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.તેમણે વધુમાં કહ્યું કે, હું ગૃહ સમક્ષ સ્પષ્ટ કરવા માંગુ છું કે 23 જુલાઈએ ભારત સરકાર દ્વારા કેરળ સરકારને ચેતવણી આપવામાં આવી હતી. આ પછી 24 અને 25 જુલાઈએ પણ ચેતવણી આપવામાં આવી હતી. 26 જુલાઈએ કહેવામાં આવ્યું હતું કે 20 સેમીથી વધુ વરસાદ પડશે, ભૂસ્ખલનની સંભાવના છે અને લોકો તેની નીચે દટાઈ શકે છે.


અમિત શાહે વધુમાં કહ્યું કે, હું આ અંગે કંઈ કહેવા માંગતો ન હતો, પરંતુ ભારત સરકારની અર્લી વોર્નિંગ સિસ્ટમ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, તેથી હું કહું છું કે કૃપા કરીને અમારી વાત સાંભળો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version