Site icon Gujarat Mirror

રેલનગરમાં કર્ણાવતી સ્કૂલ બસના ચાલકે સર્જ્યો અકસ્માત : સ્કૂટરચાલક મહિલાને ઇજા

શહેરના રેલનગરમાં આવેલી કર્ણાવતી સ્કૂલબસના ચાલકે અકસ્માત સર્જી સ્કૂટરને ઠોકરે ચડાવતા મહિલાને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહેતા અને રસોઇ કામ કરતા વર્ષાબેન સચીનભાઇ શીંગાળા (ઉ.વ.48)નામના મહિલા આજે સવારે પોતાનું સ્કૂટર લઇ એરપોર્ટ રોડ પર રસોઇ કામ માટે જતા હતા ત્યારે રેલનગરમાં જલયાણ ચોક પાસે પહોંચતા કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકે બેફકરાઇથી સ્કૂલ બસ ચલાવી સ્કૂટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં વર્ષાબેનેને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધકરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version