ગુજરાત

રૂપાણી બાદ કૈલાશનાથનની પીએમ સાથે મુલાકાત

Published

on


લોકસભાની ચૂંટણીબાદ ગુજરાતના મંત્રીમંડળ અને ભાજપ સંગઠનમાં ફેરફારની અટકળો વચ્ચે ભાજપના નેતાઓ અને નિર્ણાયક મહાનુભાવોની દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિતશાહ સાથે સમયાંતરે મુલાકાતોથી ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો ચાલુ રહ્યો છે.


ગતતા.19ઓગસ્ટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન સાથે મુલાકાત કર્યા બાદ તેના ફોટા વાયરલ થતા રૂપાણીને ગુજરાતમાં ફરી સંગઠનમાં મહત્વની જવાબદારી મળી રહ્યાની અટકળો વહેતી થઇ હતી, ત્યાં ગઇકાલે ગુજરાતના રાજકારણમાં વર્ષોથી પડદા પાછળના ખેલાડી તરીકે રહેલા અને તાજેતરમાં જ પોંડીચેરીના રાજયપાલ તરીકે નિમાયેલા નિવૃત સનદી અધિકારી કે. કૈલાશનાથને પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરતા ફરી એક વખત અટકળોને વેગ મળ્યો છે.


વડાપ્રધાન મોદી ગુજરાત છોડી વડાપ્રધાન બન્યા ત્યારથી કે.કૈલાશનાથન ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય અગ્રસચિવ તરીકે ફરજ બજાવતા હતા અને ગુજરાત તથા દિલ્હી વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવતા હતા જો કે, તાજેતરમાં જ તેમને એકટેન્શન નહીં આપીને પોંડીચેરીના એલ.જી.બનાવાયા છે.


પરંતુ વડાપ્રધાન સાથે વિજયભાઇ રૂપાણીની મુલાકાત બાદ તુરત જ કે.કૈલાશનાથને પણ મુલાકાત કરી તેને ગુજરાતના કેટલાક નેતાઓ રાજકીય દ્રષ્ટીએ નિહાળી રહ્યા છે. વડાપ્રધાને ગુજરાત સરકાર અને સંગઠનમાં ફેરફારો અંગે કે.કૈલાશનાથન પાસેથી ફિટબેક મેળવ્યાનું અમૂક લોકો માની રહ્યા છે. જો કે, આગામી દિવસોમાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થાય ત્યારે મિલન-મુલાકાતો સાચુ આકલન નીકળી શકશે હાલ માત્ર અટકળો અને અનુમાનો જ થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version