rajkot

જેતપુરમાં ઉછીના લીધેલા રૂપિયા એક લાખ કટકે કટકે આપવાનું કહેતા વૃધ્ધ પર હુમલો

Published

on

રાજકોટ જિલ્લાના જેતપુરના ખોડપરા વિસ્તારમાં આવેલ સુભાષ ચોકમાં આવેલ વૃધ્ધે આઠ મહિના પહેલા પત્નીની બિમારી સબબ એક લાખ રૂપિયા ઉછીના લીધા હોય જે પૈસા કટકે કટકે આપવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોતાના બે સાગ્રીતો સાથે ધોબીની દુકાને આવી બેફામ ગાળો દઈ ધોકા વડે હુમલો કરી પગમાં ફેકચર જેવી ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુરનાં સુભાષ ચોકમાં રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.63) નામના વૃધ્ધે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દેવકુભાઈ કાઠી અને બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આઠેક મહિના પહેલા ફરિયાદીના પત્ની બિમારી હોય તેની સારવાર માટે ફરિયાદીએ દેવકુભાઈ કાઠી પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતાં. જે પેટે કટકે કટકે 30 હજાર રૂપિયા ચુકવી આપ્યા હતા ત્યારે 70 હજાર બાકી હતાં.
ગઈકાલે સાંજે ફરિયાદી પોતાની દુકાને બેઠા હતાં ત્યારે દેવકુભાઈ કાઠી સહિતના ત્રણેય શખ્સો દુકાને ધસી આવી પૈસાની પઠાણી ઉઘરાણી કરી દુકાન બંધ કરી દેવાનું કહી ત્રિકમના હાથા વડે હુમલો કરી પગમાં ફેકચર જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જતાં જતાં આરોપીઓએ કહેલ કે ‘આજે તો તું બચી ગયો છો હવે તું સામે મળીશ તો જીવતો જઈશ નહીં’ આ બનાવ અંગે જેતપુર પોલીસે વૃધ્ધની ફરિયાદ પરથી આરોપીઓની ધરપકડ કરવાની ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version