સાઉદી એરપોર્ટ પર હુમલામાં 3ના મોત, USના રાજદારીઓનું પલાયન

બુધવારે મોડી રાત્રે પૂર્વી સાઉદી અરેબિયાના દમ્મામમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હુમલો થયો જેમાં એક સાઉદી નિવાસીનું મોત થયું અને અન્ય આઠ ઘાયલ થયા.…

બુધવારે મોડી રાત્રે પૂર્વી સાઉદી અરેબિયાના દમ્મામમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હુમલો થયો જેમાં એક સાઉદી નિવાસીનું મોત થયું અને અન્ય આઠ ઘાયલ થયા. ગુરુવારે વહેલી સવારે ઓથોરિટીએ જણાવ્યું હતું કે બહેરીન અને કતાર નજીક પર્સિયન ગલ્ફ પર સ્થિત એરપોર્ટને પણ ભૌતિક નુકસાન થયું છે. વૈશ્વિક ફ્લાઇટ-ટ્રેકિંગ સેવા, Flightradar24 એ X પર જણાવ્યું હતું કે ઘટના બાદ વિમાનોને એરપોર્ટથી દૂર ખસેડવામાં આવી રહ્યા છે.

સાઉદી અધિકારીઓએ હુમલા માટે જવાબદાર લોકોની ઓળખ કરી નથી અથવા વધુ વિગતો જાહેર કરી નથી. યમનમાં ઈરાની સમર્થિત હુતી બળવાખોરોએ પણ આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી. સાઉદી અરેબિયાને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા હુમલાઓની વિશાળ શ્રેણી વચ્ચે આ હુમલો થયો છે, જેમાં એરપોર્ટ, શિપિંગ રૂૂટ અને ઉર્જા માળખા પર હુમલાનો સમાવેશ થાય છે. સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધને જણાવ્યું હતું કે તેણે રાજ્યના પૂર્વીય ક્ષેત્રમાં ચાર ડ્રોન હુમલાઓને અટકાવ્યા છે.

આ તાજેતરની ઘટના દેશના દક્ષિણ-પૂર્વમાં થયેલા બીજા ઘાતક હુમલા પછી બની છે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના સંરક્ષણ દ્વારા અટકાવાયેલા ડ્રોનના કાટમાળમાં અરામકો દ્વારા સંચાલિત તેલ ક્ષેત્રમાં બે લોકો માર્યા ગયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે માર્યા ગયેલા બે લોકો નેપાળ અને ફિલિપાઇન્સના નાગરિકો હતા, જ્યારે ઘાયલો પાકિસ્તાન અને ભારતના હતા.

બીજી તરફ યુનાઇટેડ સ્ટેટ્સે બુધવારે મોડી રાત્રે તેના કેટલાક રાજદ્વારીઓ અને યુએસ સરકારી કર્મચારીઓના પરિવારના સભ્યોને સાઉદી અરેબિયા છોડવાનો આદેશ આપ્યો છે. યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોને આભારી શ્રેણીબદ્ધ ઘાતક હુમલાઓ અને સંઘર્ષ વધુ વણસી શકે તેવી ચિંતાઓ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.