જામનગર-વડોદરા ઇન્ટરસિટી રિમોડલિંગના કામને લઇ કાલથી બાજવા સ્ટેશન સુધી દોડશે

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર…

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ બ્લોકના કારણે ટ્રેન નંબર 22960 જામનગરવડોદરા ઈન્ટરસિટી 21 જૂનથી 8 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (યાત્રા ટૂંકાવવામાં) કરવામાં આવશે અને બાજવાવડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને ટ્રેન નંબર 22959 વડોદરાજામનગર ઈન્ટરસિટી 21 જૂનથી 8 જુલાઈ, 2026 સુધી બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (શરૂૂ) કરવામાં આવશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ enquiry. indianrail.gov.in ની મુલાકાત લે.