Site icon Gujarat Mirror

જામનગર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. 4માં સહી ઝુંબેશ

કોંગ્રેસ ના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ મહારાષ્ટ્ર રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી પછી મતદાર યાદી માં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારી નો આધાર-પુરાવા સાથે પર્દાફાશ કર્યો હતો.

મતદાર યાદીમાં અને દેશમાં ચૂંટણીઓમાં ચાલી રહેલી વ્યાપક ગેરરીતિઓ સામેની લડતને દેશવ્યાપી બનાવવા પવોટ ચોર, ગાદી છોડથના નારા સાથે સહીં ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે.

આ ઝુંબેશ ના ભાગ રૂૂપે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે શહેરના વોર્ડ નાં 4 માં પવોટ ચોર, ગાદી છોડથ ના નારા સાથે ની સહી ઝુંબેશ નો પ્રારંભ કરાયો છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, સ્થાનિક વોર્ડના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ તથા અન્ય કોંગી અગ્રણીઓ દ્વારા આજે સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો, અને સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને સહી ઝુંબેશ હાથ ધરી છે.

Exit mobile version