ચૂંટણી જાહેર થાય તે પૂર્વે મુખ્યમંત્રીની હાજરીમાં મોટો કાર્યક્રમ, સી.એમ.ઓ.માંથી મંજૂરી આવ્યા બાદ ફાઈનલ થશે
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભાનું સત્ર પુરૂ થયા બાદ ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના જોવાઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર પણ વિકાસ કામોનું ઝડપી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરી રહી છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટના મહેમાન બને તેવી શક્યતા હાલ દેખાઇ રહી છે. તેઓના હસ્તે કોર્પોરેશનના રૂૂ.751 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સંભવત: મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન ગોઠવાઇ રહ્યાનું જાણવા મળેલ છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થયા બાદ આચાર સંહિતા અમલમાં આવી ગયા પછી કોઇપણ વિકાસ કામો શરૂૂ થઇ શકતા નથી કે પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ થઇ શકતું નથી. અંતિમ સ્ટેન્ડિંગમાં કરોડો રૂૂપિયાના કામોને બહાલી આપવામાં આવી છે. જે શરૂૂ થઇ જાય તે દિશામાં તંત્ર દ્વારા પ્રયાસો શરૂૂ કરી દેવામાં આવ્યા છે. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ સીએમઓમાં મુખ્યમંત્રીનો સમય પણ માંગ્યો છે. સંભવત: આગામી શનિવારે રાજકોટ આવે તેવું હાલ લાગી રહ્યું છે. સીએમ ભૂપેન્દ્રભાઇના હસ્તે કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા 1000થી વધુ આવાસોનું લોકાર્પણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જે કામો પૂર્ણતાના આરે છે તેનું પણ લોકાર્પણ થઇ જશે. ટૂંકમાં રૂૂ.190 કરોડના 5 થી 6 કામોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ન્યારી ડેમ ખાતે નિર્માણ પામનાર સૌથી મોટા 150 એમએલડીની ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જ્યુબેલી શાકમાર્કેટનું રિનોવેશનના કામનું, વોર્ડ નં.4માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામનું, કનક રોડ સ્થિત ફાયર સ્ટેશનના નવીનીકરણના કામનું, વોર્ડ નં.15માં 30 કરોડના ખર્ચે બનનારા ફાયર સ્ટેશનના કામનું સહિત રૂૂ.567 કરોડના 40 વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
સીએમઓમાંથી શનિવારનો સમય આપવામાં આવ્યો છે. જો કે, તારીખ હજુ ફાઇનલ નથી પરંતુ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીની જાહેર સભાનું આયોજન પણ ગોઠવાઇ રહ્યું છે. આવતા સપ્તાહે ગમે ત્યારે ચુંટણીની તારીખ જાહેર થઇ જાય તેવી સંભાવના જણાઇ રહી હોય કોર્પોરેશન 751 કરોડના વિકાસ કામોનું શક્ય તેટલું ઝડપી ખાતમુહુર્ત કે લોકાર્પણ કરવા માટેની તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.
કટારિયા બ્રિજનું કામ છ માસમાં ંપૂર્ણ થશે
રાજકોટ શહેરના ટ્રાફિકની સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ હેઠળના ’કટારીયા બ્રિજ’ પ્રોજેક્ટની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે તંત્ર ગતિશીલ છે. હાલમાં આ પ્રોજેક્ટની ઓવરઓલ 35% જેટલી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરના નિર્માણમાં મહત્વની પ્રગતિ નોંધાઈ છે: પિયર અને પિયર કેપ: બ્રિજના તમામ 26 પિયર નું કામ 100% પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 26 માંથી 24 પિયર કેપ તૈયાર છે. ગર્ડર અને અંડરપાસ: 104 માંથી 52 ગર્ડર (50%) તૈયાર છે. અંડરપાસમાં 786 છળિં માંથી 466 છળિં કામ પૂરું થયું છે અને અંડરપાસ બોક્સ રાફ્ટનું કામ સંપૂર્ણપણે સંપન્ન છે. અને સ્લેબ ના કામનું સ્ટેજીંગ પ્રગતિમાં છે. પ્રોજેક્ટના મહત્વપૂર્ણ એવા એક્સ્ટ્રા ડોઝ (ઊડ્ઢિફિં-મજ્ઞતયમ) પોર્શન માટેની પૂર્વ-તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કામગીરી માટેના પાઈલ બેઝનું 28 દિવસનું જરૂૂરી ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલમાં આ વિભાગની ડિઝાઇન મંજૂરી અર્થે મૂકવામાં આવી છે, જેની મંજૂરી મળતા જ ટૂંક સમયમાં ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 11,422.00 ક્યુબિક મીટર કોંક્રિટ અને 1,050.00 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા આ પ્રોજેક્ટને સપ્ટેમ્બર-2027 સુધીમાં એટલે કે તેની નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.

