જામનગરમાં રણજીત સાગર રોડ પર યુવા પાર્કમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના પટેલ કારખાનેદારે પોતાની સાથે રૂૂપિયા 10 લાખની છેતરપિંડી કરવા અંગે મોરબીના યાગ્નિકભાઈ કાસુન્દ્રા, જામનગરના મીત ગડારા, અને મોરબીના હસમુખભાઈ થોરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદી કારખાનેદાર પાસેથી ત્રણેય આરોપીઓએ વિશ્વાસમાં લઈ રૂૂપિયા દસ લાખનો માલ સામાન મેળવી લીધો હતો, ત્યારબાદ તેના પૈસા ચૂકવવા માટેના અનેક બહારનાઓ કર્યા હતા, અને નોટરી નું લખાણ પણ કરાવી આપ્યું હતું, પરંતુ આરોપીઓએ આજ દિન સુધી પૈસા નહીં ચૂકવતાં આખરે વેપારીએ પોલીસના સંપર્ક સાધ્યો હતો, અને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.એફ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
અકસ્માતની બે ઘટના
જામનગર શહેર અને બેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં એક વિદ્યાર્થી તથા એક વેપારી યુવાનને નાની મોટી ઈજા થઈ છે. જામનગરમાં લાલવાડી આવાસમાં રહેતો સંજય ઈશ્વરભાઈ બાવરીયા નામનો 34 વર્ષનો વેપારી યુવાન પોતાનું એકટીવા સ્કૂટર લઈને રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન 7777 નંબરની કારના ચાલકે ઠોકર મારતાં સંજય બાવરીયા સ્કૂટર સાથે નીચે પટકાઈ પડ્યો હતો અને તેને શરીરમાં અનેક નાના-મોટા ફેક્ચર થયા હતા, અને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા બાદ તેના શરીરમાં લોખંડની પ્લેટો પણ મૂકવામાં આવી છે, અને સધન સારવાર ચાલી રહી છે. પોલીસે કારના ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત નો બીજો બનાવ જામનગર સિક્કા રોડ પર બેડના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી રોડ ક્રોસ કરી રહેલા બેડ ગામના કરસનભાઈ સગાભાઈ લુણા નામના 17 વર્ષના રબારી જ્ઞાતિના વિદ્યાર્થીને પુરપાટ ઝડપે આવીને જી.જે. 10 ડી.એન. 1107 નંબરની કારના ચાલકે ટક્કર મારી દેતાં ગંભીર ઇજા થઈ હતી, અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.

