બ્રહ્માંડની દુનિયા આમ માનવીથી માંડીને ખગોળ પ્રેમીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર રહી છે. કુદરતની આ અદ્ભુત કરામતને સમજવાના અને માણવાના પ્રયાસો સતત થતાં રહે છે જેમ્સ વેબ ટેલિસ્કોપને 2021માં લોન્ચ કરવામાં આવ્યા બાદ 2022થી તેણે ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યુ હતું. જેમ્સવેબ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી અદ્ભુત તસવીરો નાસા દ્વારા જાહેર કરવામાં આવી છે. ર્સ્પાકાર ગેલેક્સી, પ્રચંડ પિનહિલ્સ, આકાશગંગા, તારાના શિલ્પો સહિતનો નયનરમ્ય નજારો તસવીરોમાં જોવા મળી રહ્યો છે.
જેમ્સ વેબ ટેલિસ્કોપે દર્શાવ્યો આકાશ ગંગાનો અદ્ભુત નજારો

