Sports

વિશ્ર્વ ક્રિકેટ ઉપર રાજ કરશે જય શાહ? ICCના અધ્યક્ષ બનવા તરફ આગેકૂચ

Published

on

BCCIના સચિવ જય શાહને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ICCના વડા એટલે કે અધ્યક્ષની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે. માનવામાં આવે છે કે જય શાહ આ પદ માટે પોતાનો દાવો દાખવી શકે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, જય શાહ હવે આ પદ માટે બિનહરીફ ચૂંટાઈ શકે છે. આ પોસ્ટ હાલમાં ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે પાસે છે. ગ્રેગ બાર્કલે BCCIસેક્રેટરીના સમર્થનથી જ આ પદ સંભાળ્યું છે.

આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે જો જય શાહ આ પદ માટે ચૂંટણી લડે છે, તો ગ્રેગ બાર્કલે પોતાનો દાવો દાખવશે નહીં. નોંધનીય છે કે, ICC ની વાર્ષિક કોન્ફરન્સ આ મહિનાના અંતમાં કોલંબોમાં યોજાશે. આ વખતે વાર્ષિક સંમેલનમાં પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં થાય. 19 થી 22 જુલાઇ દરમિયાન યોજાનારી વાર્ષિક કોન્ફરન્સમાં ત્રણ એસોસિએટ મેમ્બર ડિરેક્ટરની પસંદગી કરવામાં આવશે.

જેના માટે 11 દાવેદારો આગળ આવ્યા છે. આ પદ માટે હવે જય શાહનું નામ ખૂબ જ આગળ ચાલી રહ્યું છે. હજી તો મીડિયામાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, જય શાહ ICC અને વિશ્વ ક્રિકેટ પર કબજો જમાવશે. એવા અહેવાલો પણ બહાર આવી રહ્યા છે કે જય શાહ ICCનું મુખ્યાલય દુબઈથી મુંબઈ શિફ્ટ કરવા માંગે છે. ICC દ્વારા તેના અધ્યક્ષ પદના કાર્યકાળમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

તે હાલની ત્રણ ટર્મમાંથી બદલીને ત્રણ વર્ષની બે ટર્મ કરવામાં આવી છે. એટલે કે, જો જય શાહ આ પદ માટે ચૂંટાય છે, તો તેઓ આઈસીસી અધ્યક્ષ તરીકે 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. ઉલ્લેખનીય છે જો આમ બને છે તો BCCIના બંધારણ મુજબ, તે 2028 માં બીસીસીઆઈના અધ્યક્ષ બનવા માટે પાત્ર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version