ગુજરાત

રાજ્યના આ 12 જિલ્લામાં આજે પણ વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Published

on

રાજ્ય પરથી અસના વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. પરંતુ હજુ પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વુભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની વરસવાની શક્તાઓ છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આજે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ હળવા વરસાદ વરસવાની શકયતાઓ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ કચ્છનાં મુંદ્રામાં નોંધાયો છે. જ્યારે અંજાર, ભાભર, પાટણ, વેરાવળ અને દ્વારકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. માંડવી અને ખેરાલુમાં પણ અડધો ઈંચ વરસાદ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version