Site icon Gujarat Mirror

22 મિનિટનો સમય હોવા છતાં પાક ઉંઘતું રહ્યું

ઓપરેશન સિંદૂરની ડોકયુમેન્ટરીમાં ભારતીય પાઇલટે જણાવ્યું કે પાક. વાયુસેનાના કમાન્ડ-કંટ્રોલ સિસ્ટમમાં વિલંબ, તૈયારીનો અભાવ જોવા મળ્યો

7 મે 2025ના રોજ ભારતીય ફાઈટર જેટ્સ પાકિસ્તાનમાં ઘૂસ્યા, આતંકવાદીઓનો સફાયો કર્યો અને સુરક્ષિત રીતે પાછા ફર્યા. ભારતીય વાયુસેનાનું એ સાહસિક મિશન ’ઓપરેશન સિંદૂર’ માત્ર 22 મિનિટમાં પૂરું થઈ ગયું હતું. આ મિશન પર બનેલી ડોક્યુમેન્ટરી Declassified: Operation Sindoor’ 15 ઓગસ્ટના રોજ ઘઝઝ પ્લેટર્ફોમ પર રિલીઝ થઈ અને ત્યારથી એણે ભારે ચર્ચા જગાવી છે. 7 મેની મધ્યરાત્રિએ ભારતીય વાયુસેનાનાSu-30MKI વિમાનોએ ઘાતક હુમલા કર્યા. આ મિશનનો ભાગ રહેલા ભારતીય વાયુસેનાના એક પાઇલટે તાજેતરમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની વાયુસેનાનો પ્રતિભાવ ખૂબ જ ધીમો હતો. તેમના મતે, હુમલા માટેની ’લોન્ચ વિન્ડો’ લગભગ 22 મિનિટ સુધી ખુલ્લી રહી હતી.

આ 22 મિનિટના સમયગાળા દરમિયાન, ભારતીય વિમાનોએ તેમનું મિશન પૂર્ણ કર્યું અને કોઈપણ નુકસાન વિના સુરક્ષિત રીતે પાછા ફર્યા. બીજી બાજુ, પાકિસ્તાન અસરકારક રીતે કોઈ જ જવાબ આપવામાં અસમર્થ રહ્યું. પાઇલટના મતે, ભારતીય વિમાન હુમલો કરે, લક્ષ્યને નષ્ટ કરે અને પાછા ફરવાનું શરૂૂ કરે ત્યાં સુધી પાકિસ્તાની વાયુસેના સંપૂર્ણપણે સક્રિય પણ થઈ શકી ન હતી. આધુનિક હવાઈ યુદ્ધમાં 22 મિનિટનો વિલંબ ઘણો લાંબો સમય માનવામાં આવે છે. આ ઘટના દર્શાવે છે કે આધુનિક લડાઇમાં સમય અને પ્રતિક્રિયા જ વિજય કે હાર નક્કી કરે છે.

સામાન્ય રીતે ‘રડાર દ્વારા દુશ્મન વિમાનની શોધ કરવી’, ‘એ અંગેની ચેતવણી જાહેર કરવી’ અને ‘ઇન્ટરસેપ્ટર એરક્રાફ્ટે ઉડાન ભરવી’ એ બધું ખૂબ જ ઝડપથી થવું જોઈએ. જો પ્રતિભાવમાં વિલંબ થાય તો હુમલો કરનાર વિમાન પોતાનું મિશન પૂરું કરીને સલામત વિસ્તારમાં પાછા ફરી જાય છે. પાકિસ્તાની વાયુસેનાના ધીમા પ્રતિભાવ પાછળ ઘણા કારણો હોઈ શકે છે.

ભારતીય પક્ષે ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને જામિંગનો ઉપયોગ કરીને પાકિસ્તાનની ચીન નિર્મિત સિસ્ટમોને અસ્થાયી રૂૂપે વિક્ષેપિત કરી દીધી હતી. ઉપરાંત, પાકિસ્તાનના કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમમાં વિલંબ અને ઓપરેશનલ તૈયારીઓનો અભાવ પણ જોવા મળ્યો હતો.

હવાઈ યુદ્ધમાં સમય અને આયોજનનું મહત્ત્વ
જ્યારે એક પક્ષનું વિમાન દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે બીજી બાજુ તાત્કાલિક ચેતવણી મળવી જોઈએ અને રડાર સિસ્ટમોએ લક્ષ્યને ટ્રેક કરવું જોઈએ. પરંતુ ભારતીય વાયુસેનાના શ્રેષ્ઠ મિશન આયોજન, પરિસ્થિતિગત જાગૃતિ અને સચોટ માહિતીના કારણે પાકિસ્તાન કંઈ જ સમજી શક્યું નહીં. પાકિસ્તાની વાયુસેના પાસે પણ અદ્યતન વિમાનો અને સિસ્ટમો છે, પરંતુ ચોક્કસ સમયે તેનો અસરકારક ઉપયોગ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા.

Exit mobile version