Site icon Gujarat Mirror

ઇ-ચલણના દંડથી બચવા સ્કૂટરમાં લગાવેલીે નંબર પ્લેટમાં આંકડો ભૂસી છેડછાડ કરવી ભારે પડી


ટ્રાફીક નિયમોનો ઉલાળીયો કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા સીસીટીવીના માધ્યમથી ઇ-ચલણ આપવામાં આવે છે ત્યારે ઇ-ચલણના દંડથી બચવા વાહન ચાલકો એચએસઆરપી નંબર પ્લેટ સાથે ચેડા કરતા હોય છે.
શહેરમાં સામાકાંઠે રહેતા શખ્સને નંબર પ્લેટમાં ચેડા કરવા ભારે પડયા હતા. સ્કુટરમાં લગાવેલી નંબર પ્લેટાં આંકડો ભુસી નાખેલો હોવાથી પોલીસે ગુનો નોંધી સ્કુટર કબ્જે કર્યું હતું.


જાણવા મળતી વિગત મુજબ પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ જે.એમ. જાડેજા, કોન્સ.રાહુલ મેટાલીયા સહીતનો સ્ટાફ ગત મોડી રાતે જામનગર રોડ પર જામટાવર ચોકમાં વાહન ચેકીંગની કામગીરીમાં હતા. દરમિયાન માધાપર ચોકડી તરફથી આવતા સ્કુટર ચાલકને અટકાવતા તેના સ્કુટરની નંબર પ્લેટ જેમાં તેના નં.જી.જે.03 એમએન 0360 હોય અને આગળ તથા પાછળની નંબર પ્લેટમાં ઝીરો નંબર ભુસી નાખી સરકાર માન્ય નંબર પ્લેટમાં છેડછાડ કરી હોય જેથી ટ્રાફીક પોલીસ દ્વારા સીસીટીવીના માધ્યમથી ટ્રાફીક નિયમોના ભંગ બદલ ઇ-ચલણ આપવામાં આવતા હોય જેના દંડથી બચવા વાહનના અસલ નંબર છુપાવવા નંબર પ્લેટ સાથે છેડછાડ કરી હેલ્મેટ પહેર્યા વગર નીકળતા પોલીસે સ્કુટર ચાલક દયાનેશ પ્રવિણભાઇ મોરાણીયા (રે.સંજયનગર, સંત કબીર રોડ) વિરૂધ્ધ ગુનો નોંધી સ્કુટર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version