2028માં IPLને 94 મેચ સુધી વિસ્તારાશે

દરેક ટીમની 18 લીગ મેચ રમાડાશે IPLના ચેરમેન અરૂણ ધુમલે ટૂર્નામેન્ટના વિસ્તરણ વિશે મોટું નિવેદન આપ્યું છે. અરુણ ધુમલ કહે છે કે ’અમે 2027ના દ્વિપક્ષીય…

દરેક ટીમની 18 લીગ મેચ રમાડાશે

IPLના ચેરમેન અરૂણ ધુમલે ટૂર્નામેન્ટના વિસ્તરણ વિશે મોટું નિવેદન આપ્યું છે. અરુણ ધુમલ કહે છે કે ’અમે 2027ના દ્વિપક્ષીય ચક્ર પછી IPL માટે મોટી વિન્ડો શોધી રહ્યા છીએ. દરેક ટીમની હોમ અને અવે મેચ સમાન સંખ્યામાં કરીને ટુર્નામેન્ટને 74થી 94 મેચ સુધી વિસ્તૃત કરી શકાશે.’ અરુણ ધુમલે વધુમાં કહ્યું હતું કે ’નવી ટીમ ઉમેરવાની કોઈ યોજના નથી.

પ્રાથમિક ધ્યાન હાલની સ્પર્ધાને વધુ મજબૂત બનાવવા પર છે. આ નવા માળખા હેઠળ દરેક ટીમ 18 લીગ મેચોમાં ભાગ લેશે તેમના હોમગ્રાઉન્ડ પર 9 મેચ રમશે અને 9 મેચ બહાર રમશે. આ પ્લાન હેઠળ દરેક ટીમ બાકીની 9 હરીફ સામે બે-બે મેચ રમી શકશે.’