Site icon Gujarat Mirror

જામનગર શહેરમાં રિક્ષાચાલકો સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અંગે સઘન ચેકિંગ

જામનગર શહેરમાં માર્ગ સલામતી જળવાઈ રહે તેમજ નશાની હાલતમાં વાહન હંકારી લોકોના જીવને જોખમમાં મૂકતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
જામનગર શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) તથા સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા ચાંદીબજાર સાઇડ તથા આસપાસના વિસ્તારોમાં રિક્ષા ચાલકો સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અંગે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ઓટો રિક્ષાઓ અને અન્ય વાહનોને રોકી ચાલકોના બ્રેથ એનાલાઇઝર દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, દારૂૂ અથવા અન્ય નશીલા પદાર્થના સેવન બાદ વાહન ન ચલાવવા તથા પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત રાખવા અંગે સમજણ પણ આપવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં અકસ્માતોની સંભાવના ઘટાડવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આવા વિશેષ ચેકિંગ અભિયાનો આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. નશાની હાલતમાં વાહન ચલાવતા વ્યક્તિઓ સામે કોઈપણ પ્રકારની શિથિલતા રાખવામાં આવશે નહીં અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાયદ

Exit mobile version