ત્રણ મર્ડરની ઈન સાઈડ સ્ટોરી : પડધરીમાં દુષ્કર્મનો કેસ પાછો ખેંચવા બાબતે, જસદણમાં જૂની અદાવત, ગોંડલમાં દારૂના ડખ્ખામાં હત્યા

પડધરીમાં દુષ્કર્મના કેસમાં બે વર્ષથી ફરાર બે આરોપીઓએ યુવાનની છરીના ઘા મારી હત્યા કરી જસદણમાં નશાની હાલતમાં આરોપીએ અગાઉનો ખાર રાખી ધોકા ફટકારી મર્ડર કર્યુ…

પડધરીમાં દુષ્કર્મના કેસમાં બે વર્ષથી ફરાર બે આરોપીઓએ યુવાનની છરીના ઘા મારી હત્યા કરી

જસદણમાં નશાની હાલતમાં આરોપીએ અગાઉનો ખાર રાખી ધોકા ફટકારી મર્ડર કર્યુ

ગોંડલમાં દારૂના ડખ્ખામાં રાત્રે ત્રણ વાગ્યે ઘરમાં ઘુસી બે શખ્સોએ ઢીમ ઢાળી દીધું

રાજકોટ જીલ્લામાં એક દિવસમાં ત્રણ યુવાનોનો હત્યાથી હાહાકાર મચી ગયો છે. ત્રણ હત્યાના બનાવથી પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. હત્યાના બનાવ પાછળનું કારણ પડધરીના ખાખડાબેલામાં રહેતા અને રાજકોટમાં વાહન સીઝનનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરૂૂધ્ધસિંહ જાડેજાની દુષ્કર્મ કેસના બે વર્ષથી ફરાર બે આરોપીને પોલીસ પકડી શકી ન હોય બન્ને આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

જયારે જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતા અરવિંદભાઈ લાખાભાઈ રાઠોડ (ઉં.વ.35)ના યુવકની હત્યામાં જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જયારે ગોંડલમાં દારૂૂના ડખ્ખામાં યુવકનું ઢીમ ઢાળી દીધું હતું.
રાજકોટ જીલ્લામાં ત્રણ હત્યાના બનાવથી સનસનાટી મચી ગઈ છે. ત્રણ હત્યાન બનાવ પાછળનું કારણ અંગે પોલીસ માંથી મળતી વિગતો મુજબ પડધરીના ખાખડાબેલામાં રહેતા અને રાજકોટમાં વાહન સીઝનનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરૂૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ.40) નામના યુવાનની રાત્રીના ખાખરાબેલા ગામ નજીક છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. આ હત્યા પાછળ દુષ્કર્મની ફરિયાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતા અરવિંદભાઈ લાખાભાઈ રાઠોડ (ઉં.વ.35)ના યુવકની ગોલાની લારીએ ઉભેલા હરેશ કોળીએ નશાની હાલતમાં યુવકને બોલાવી ગાળો આપતા યુવકે ગાળો આપવાની ના પાડતા શખ્સ ઉશ્કેરાઈ જઈ ત્યાં પડેલો લાકડાના ધોકા ફટકારી જાહેમાં હત્યા કરી હતી. મૃત્યુ પામનાર અરવિંદભાઈ ખેત મજૂરી કામ કરતા હતા અને બે બહેન ત્રણ ભાઇમાં વચેટ હતા , સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક અરવિંદભાઈના પરિવારજનોના કહેવા મુજબ હરેશ કોળી દારૂૂ પીવાની ટેવ ધરાવે છે અને નશાની હાલતમાં અવાર નવાર નિર્દોષ લોકોને મારકૂટ કરતો હોવાની ગામમાં રાવ હતી. અગાઉ પણ તેણે અરવિંદભાઈને નશાની હાલતમાં બોલાવી ઝગડો કરી મારકૂટ કરી હતી.

ગોંડલના ભગવતીપરા કોળીવાસમાં રહેતા નિલેશભાઈ જેન્તીભાઇ શેખ (ઉ.વ.45)ના યુવક રાત્રીના ત્રણેક વાગ્યે ઘરે સુતા હતા ત્યારે વિશાલ બાવળીયા તથા તેની સાથેના અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી હત્યા કરી હતી. પરિવારે જણાવ્યું હતું. વિશાલ દારૂૂના નશાની ટેવ ધરાવે છે અને અવાર નવાર નશાની હાલતમાં ઝગડો કરી મારકૂટ કરે છે. ગોંડલ એ ડીવીઝન પોલીસે હત્યા કરનાર વિશાલ બાવળીયા સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.