ઇન્ડિયાઝ ગોટ ટેલન્ટના વિજેતાનો એપિસોડ રિલિઝ ન થતા રડી પડ્યા

ક્યારેક-ક્યારેક જીવનમાં એક તક મેળવવા માટે માણસ વર્ષો સુધી મહેનત કરે છે. તેને લાગે છે કે કદાચ હવે તેની મહેનત રંગ લાવશે અને દુનિયા તેને…

ક્યારેક-ક્યારેક જીવનમાં એક તક મેળવવા માટે માણસ વર્ષો સુધી મહેનત કરે છે. તેને લાગે છે કે કદાચ હવે તેની મહેનત રંગ લાવશે અને દુનિયા તેને ઓળખશે. પરંતુ જ્યારે એ જ તક હાથમાંથી સરકી રહી હોય તેવું લાગે ત્યારે પીડા થવી સ્વાભાવિક છે. આવું જ કંઈક ’ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં ભાગ લેવાનો દાવો કરનારા સુભાષ અહિરવાર સાથે થયું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે. તેમાં તે રડતા-રડતા પોતાના જીવનના સંઘર્ષ વિશે જણાવતા જોવા મળી રહ્યા છે.

તેમનો દાવો છે કે તેઓ શોના એક એપિસોડના વિજેતા બન્યા હતા, પરંતુ તે એપિસોડ આજ સુધી રિલીઝ થયો નથી. હવે તેમણે સમય રૈનાને તેને જારી કરવાની અપીલ કરી છે.સુભાષ અહિરવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે તેઓ ’ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની બીજી સીઝનમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જજ પાસેથી પૂરા 10માંથી 10 ગુણ મેળવ્યા અને એપિસોડના વિજેતા જાહેર થયા. તેમણે વીડિયોમાં પોતાની સ્કોરશીટ પણ બતાવી.સુભાષનું કહેવું છે કે જીત્યા બાદ તેમને એક લાખ રૂૂપિયા, ફોન અને ખાવાના કૂપન જેવા ઈનામો પણ મળ્યા હતા. પરંતુ તેમનો એપિસોડ રિલીઝ જ કરવામાં આવ્યો નથી.

વીડિયોમાં તેઓ કહે છે કે ઈનામનો તેમના માટે કોઈ ખાસ અર્થ નથી. તેઓ માત્ર એટલું ઈચ્છતા હતા કે લોકો સુધી તેમનું કામ પહોંચે અને તેમને ઓળખ મળે. સુભાષે વીડિયોમાં પોતાના જીવનના એ દિવસોને પણ યાદ કર્યા, જ્યારે તેમની પાસે ગુજરાન ચલાવવા જેટલા પણ પૈસા નહોતા. માત્ર 6-7 વર્ષની ઉંમરે તેમને ભીખ માંગવી પડતી હતી. 9 વર્ષની ઉંમરે તેમણે એક ઢાબા પર વાસણ ધોવાનું કામ શરૂૂ કર્યું. 12 વર્ષની ઉંમરે શાકભાજી વેચી અને 15 વર્ષની ઉંમરે મજૂરી કરવા લાગ્યા. તેમણે પાંચ વર્ષ સુધી સિક્યોરિટી ગાર્ડની નોકરી પણ કરી. ત્યારબાદ તેઓ ફરી ઢાબા પર કામ કરવા લાગ્યા.