હિરોઇન કીર્તિ સુરેશની જાંઘ પર ફિલ્મમેકરે હાથ મુકતા વિવાદ

એક્ટ્રેસ કીર્તિ સુરેશ પોતાની અપકમિંગ ફિલ્મ ’સત્યવાન સાવિત્રી’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કીર્તિ સુરેશ અને ફિલ્મમેકર…

એક્ટ્રેસ કીર્તિ સુરેશ પોતાની અપકમિંગ ફિલ્મ ’સત્યવાન સાવિત્રી’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કીર્તિ સુરેશ અને ફિલ્મમેકર મિશ્કિનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ફિલ્મમેકર અને એક્ટ્રેસ એકસાથે બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન મિશ્કિન અચાનક કીર્તિ સુરેશની જાંઘ પર હાથ મૂકે છે.

વાયરલ વીડિયોમાં મિશ્કિન ઇવેન્ટ દરમિયાન કીર્તિની પાસે બેઠેલા જોવા મળે છે. વાતચીત દરમિયાન એક સમયે તો પોતાનો હાથ કીર્તિની જાંઘ પર મૂકી દે છે. આ ક્ષણે લોકોનું ધ્યાન ખેંચ્યું અને ઘણાં સોશિયલ મીડિયા યૂઝર્સે ફિલ્મમેકરની આ હરકત પર સવાલ ઉઠાવ્યાં. ઘણાં યૂઝર્સને લાગ્યું કે આ દરમિયાન કીર્તિ અસહજ જોવા મળી રહી હતી. કેટલાક લોકોએ મિશ્કિનની હરકત પર કહ્યું કે, “કેટલાક લોકોએ સાર્વજનિક કાર્યક્રમોમાં અંગત સીમાઓનું સન્માન કરવું જરૂૂરી છે.” વીડિયો વાયરલ થયા બાદ ઘણાં લોકો એક્ટ્રેસની બોડી લેંગ્વેજ પર ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે હવે વિવાદ વધતા કીર્તિએ તેના પર મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની વાત કરી છે.

“પહેલી વાત મારા ચહેરા પર ક્યાં અસહજતા જોવા મળી? શું તમે તેની કે મારી વાત સાંભળી નથી કે અમારો સંબંધ પિતા-દીકરી જેવો છે? બીજી વાત ભલે હું અસહજ હતુ, તો શું તમે એવું કહી રહ્યાં છો કે, અમે ફિલ્મોમાં ટચ કરીએ છીએ. એટલે પબ્લિકમાં પણ મારે એવી રીતે જ રહેવું જોઈએ? તમારે કેટલીક વાતો ઠીક કરવાની જરૂૂર છે, ભાઈ.” કીર્તિ સુરેશે પોતાના નિવેદનથી સ્પષ્ટ કરી દીધું કે ફિલ્મમેકર મિશ્કિન અને તેનો સંબંધ ઘણો ગાઢ છે. ન તો તેઓએ તેને ખોટી રીતે ટચ કર્યું કે ન તો તેને મિશ્કિનના ટચથી કોઈ મુશ્કેલી થઈ?