રાષ્ટ્રીય

શ્રીલંકા સામે બીજી વનડેમાં 32 રને ભારતની કારમી હાર

Published

on

શ્રીલંકાના જેફરી વંડરસને 6 વિકેટ ઝડપી

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ભારતને 32 રને હરાવ્યું હતું. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ બે મોટા ફેરફાર કર્યા હતા. ભારતીય ટીમમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પરંતુ ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા માટે જેફરી વંડરસન સૌથી અસરકારક બોલર સાબિત થયો, તેણે કુલ 6 વિકેટ ઝડપી હતી.


શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે 30 રનની ઇનિંગ રમી હતી. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ચરિથ અસલંગાએ 25 રન, ડ્યુનિથ વેલ્લાલેજે 39 રન બનાવ્યા હતા. તેણે 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કામિન્દુ મેન્ડિસ 40 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ લીધી. તેણે 10 ઓવરમાં માત્ર 30 રન આપ્યા હતા. કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. તેણે 10 ઓવરમાં 33 રન આપ્યા હતા. અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી હતી. ભારતીય ટીમની શરૂૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ આજે પણ તોફાની બેટિંગ કરતી ફિફ્ટી ફટકારી હતી. પરંતુ રોહિત શર્મા અને ગિલના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો.

રોહિત શર્માએ 44 બોલમાં 64 રનની ઈનિંગ રહી હતી જ્યારે શુભમન ગિલે 44 બોલમાં 35 રન ફટકાર્યા હતા. તો વિરાટ કોહલી 14 રને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે શિવમ દુબે અને કે.એલ.રાહુલ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. અક્ષર પટેલે સુંદર સાથે મળીને ફરી ભારતની ગાડી પાટા પર ચડાવી હતી પરંતુ ટીમને મેચમાં પરત લાવી શક્યા ન હતા અને અક્ષર પટેલ પણ 44 રનના સ્કોરે અસલંકાનો શિકાર બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version