Sports

સ્પેનના પ્રવાસ માટે ભારતીય મહિલા હોકી ટીમ જાહેર, સવિતા પુનિયા કેપ્ટન

Published

on

સ્પેનમાં યોજાનારી પાંચ રાષ્ટ્રની હોકી ટુર્નામેન્ટ માટે શુક્રવારે ભારતીય મહિલા હોકી ટીમના સુકાનીપદે સવિતા પૂનિયા અને ઉપસુકાનીપદે વંદના કટારિયાની વરણી કરવામાં આવી હતી. આ સાથે ભારતીય હોકી સંઘે 22 સદસ્યની ટીમની જાહેરાત કરી હતી. 15થી 22મી ડિસેમ્બરે દરમિયાન વેલેન્સિયા ખાતે રમાનારી આ ટુર્નામેન્ટમાં ભારત ઉપરાંત આયર્લેન્ડ, જર્મની, બેલ્જિયમ અને યજમાન સ્પેનની ટીમ ભાગ લેશે.
ભારત માટે આ ટુર્નામેન્ટ અત્યંત મહત્વની છે કેમ કે ત્યાર બાદ 13મી જાન્યુઆરીથી રાંચી ખાતે ઓલિમ્પિક્સ માટેની ક્વોલિફાયર ટુર્નામેન્ટ શરૂૂ થનારી છે. જેમાં રમીને ભારત 2024ની પેરિસ ગેમ્સમાં ક્વોલિફાઈ થવાનો પ્રયાસ કરશે.
ભારતીય મહિલા હોકી ટીમના ચીફ કોચ જેનેકે સ્કોપમેને જણાવ્યું હતું કે અમે આ વખતે એકદમ બેલેન્સ અને મજબૂત ટીમ સાથે ટુર્નામેન્ટમાં રમવાના છીએ. આ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે આગામી ઓલિમ્પિક્સ માટેની ક્વોલિફાયર્સ માટે આદર્શ પ્લેટફોર્મ બની રહેનારી છે.
આ ઉપરાંત યુરોપની મોખરાની ટીમ સામે રમવાને કારણે અમને ટુર્નામેન્ટ દરમિયાન રમતમાં કયા કયા પાસામાં સુધારાની જરૂૂર છે તેનો પણ આઇડિયા આવી જશે.

ભારતીય મહિલા ટીમ

સવિત પૂનિયા (સુકાની), બિચ્છુ દેવી ખારિબામ, નિક્કી પ્રધાન, ઉદિતા, ઇશિકા ચૌધરી, ગુરજિત કૌર, અક્ષતા અબસો ઢેકળે, નિશા, વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકે, મોનિકા, સલીમા ટેટે, નેહા, નવનીત કૌર, સોનિકા, જ્યોતિ, બલજિત કૌર, જ્યોતિ છેત્રી, સંગીતા કુમારી, દીપિકા, વંદના કટારિયા, બ્યુટી દુનદુંગ, શર્મિલા દેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version