એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં કાલે ભારત-બાંગ્લાદેશનો સેમિફાઇનલ જંગ

પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે પણ સેમિફાઇનલ મુકાબલો વિજેતા ટીમો વચ્ચે 22મીએ ફાઇનલ એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટની સ્પર્ધા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલના તમામ…

પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે પણ સેમિફાઇનલ મુકાબલો વિજેતા ટીમો વચ્ચે 22મીએ ફાઇનલ

એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટની સ્પર્ધા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલના તમામ પરિણામો બાદ સેમીફાઇનલમાં પહોંચનારી ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશે અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનને 8 વિકેટથી હરાવીને સેમીફાઇનલની ટિકિટ મેળવી હતી. હવે ભારતનો સામનો કાલે બાંગ્લાદેશ સામે થશે, જ્યારે બીજી સેમીફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા આમને-સામને થશે. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઇનલમાં ટક્કર નહીં થાય. જોકે, બંને ટીમો પોતાની-પોતાની સેમીફાઇનલ જીતે તો ફાઇનલમાં એકબીજા સામે રમી શકે છે. ક્વાર્ટર ફાઇનલના મુકાબલાઓ બાદ ચાર ટીમોએ અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે. ભારતે જાપાન સામે 8 વિકેટથી સરળ જીત મેળવી હતી. ભારતીય બોલરોએ જાપાનને માત્ર 57 રનમાં ઓલઆઉટ કર્યું અને ત્યારબાદ ટીમે માત્ર 5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

સેમીફાઇનલની બંને મેચો કાલે રમાશે. પ્રથમ સેમીફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે શરૂૂ થશે.ત્યારબાદ બીજી સેમીફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે. આ મેચ સવારે 10:30 વાગ્યે શરૂૂ થવાની છે. ભારત માટે આ મુકાબલો ફાઇનલમાં પહોંચવા માટેનો મહત્વપૂર્ણ પડકાર રહેશે.

ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જાપાન સામે એકતરફી જીત મેળવી હતી, પરંતુ સેમીફાઇનલમાં બાંગ્લાદેશ સામે પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. નોકઆઉટ મુકાબલામાં એક પણ ભૂલ ટીમને ટાઇટલની રેસમાંથી બહાર કરી શકે છે. તેથી ભારતીય ટીમનું ધ્યાન શરૂૂઆતથી જ સચોટ ક્રિકેટ રમવા પર રહેશે.સેમીફાઇનલમાં ભારત જીતશે તો સીધું ફાઇનલમાં સ્થાન મેળવશે. બીજી તરફ બાંગ્લાદેશ જીતશે તો તે ખિતાબ માટે અંતિમ મુકાબલામાં પ્રવેશ કરશે.

બીજી સેમીફાઇનલમાં પણ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આ જ સમીકરણ રહેશે. ભારતીય અને પાકિસ્તાની ટીમો સેમીફાઇનલમાં અલગ-અલગ મુકાબલા રમશે. ભારત સામે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે શ્રીલંકા હશે. તેથી બંને ટીમો ફાઇનલમાં પહોંચે તો જ ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા મળશે. આ માટે ભારતે પહેલા બાંગ્લાદેશને હરાવવું પડશે અને પાકિસ્તાને શ્રીલંકાને હરાવવું પડશે. બંને ટીમો પોતાની સેમીફાઇનલ જીતી જાય તો 22 સપ્ટેમ્બરે યોજાનારી ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન સામસામે આવી શકે છે. ફાઇનલનો વિજેતા એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટનો ગોલ્ડ મેડલ જીતશે. ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરી રહી છે.