રાષ્ટ્રીય

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

Published

on

કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસના રિપોર્ટમાં દાવો

ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધતો જણાઈ રહ્યો છે. હકીકતમાં, કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ કહે છે કે ચીન અને ભારત ગેરકાયદેસર ભંડોળ અને પ્રચાર અભિયાન ચલાવીને તેમના દેશોના સ્થળાંતર સમુદાયોને પ્રભાવિત કરે છે. ઈજઈંજ એ તેના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતે કેનેડાની આંતરિક રાજનીતિમાં પણ હસ્તક્ષેપ કર્યો છે. તે ભંડોળ અને અન્ય મદદ આપીને કેનેડાની સંસદમાં પોતાની પસંદગીના નેતાઓને મોકલવાનો પ્રયાસ કરી રહ્યો છે.


આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર કેનેડાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવામાં અને ખાલિસ્તાન ચળવળના સમર્થનને નબળું પાડવાનો પ્રયાસ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે
અહેવાલમાં જણાવાયું છે કે ભારત સરકાર નામાંકન પ્રક્રિયામાં હસ્તક્ષેપ સહિત તેની પસંદગીના ઉમેદવારોની તરફેણ કરે છે. ભારત સરકાર અહીંથી દખલગીરી શરૂૂ કરે છે. કેનેડિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ખુલાસો સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ અને સંઘીય વિભાગો પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવ્યો છે.
ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડ ગયા વર્ષથી જ દેખાવા લાગી હતી.

ત્યારબાદ 18 સપ્ટેમ્બર, 2023ના રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ગુપ્તચર એજન્સી સામેલ છે. તેમણે કહ્યું હતું કે, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકારના એજન્ટો અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. તે જ સમયે, આ નિવેદન પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે કેનેડાના આ આરોપોને ફગાવી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version