RTEમાં વિદ્યાર્થી દીઠ મળતી અમારી સહાય વધારો: ખાનગી શાળા સંચાલક મંડળ

પ્રાઇવેટમાં તોતિંગ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ સરકારી યોજનામાં રૂા.13675માં વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં વાંધો, આર્થિક સમૃધ્ધ પરિવારના બાળકો ખોટી રીતે પ્રવેશ મેળવતા હોય કડક જઘઙ બનાવવાની…

પ્રાઇવેટમાં તોતિંગ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ સરકારી યોજનામાં રૂા.13675માં વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં વાંધો, આર્થિક સમૃધ્ધ પરિવારના બાળકો ખોટી રીતે પ્રવેશ મેળવતા હોય કડક જઘઙ બનાવવાની માંગ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ખાનગી શાળાઓની 93 હજારથી વધુ બેઠકો ઉપર જરૂૂરિયાતમંદ વિદ્યાર્થીઓને RTE અંતર્ગત મફત શિક્ષણ આપવામાં આવે છે. જેમાં 6થી 14 વર્ષના બાળકો ધો. 1થી 8 માં અભ્યાસ કરી શકે છે. જે માટે સરકાર દ્વારા વિદ્યાર્થી દીઠ ખાનગી શાળાઓને રૂૂ.13,675 આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તેવી માગણી રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

જેમા FRC દ્વારા વિદ્યાર્થી દીઠ નક્કી કરવામાં આવેલી ફી અથવા સરકારને તે વિસ્તારની સરકારી શાળામાં એક વિદ્યાર્થી દીઠ થતો ખર્ચ ચૂકવવામાં આવે તેવી ડિમાન્ડ મુકવામાં આવે છે. આ સાથે જ RTE અંતર્ગત પ્રવેશ સમયે વિદ્યાર્થી અને તેના વાલીની આર્થિક તપાસણી યોગ્ય રીતે થતી નથી. જેને કારણે ઘણા આર્થિક સમૃદ્ધ વિદ્યાર્થીઓ તેનો ખોટો લાભ મેળવે છે. DEO કચેરી દ્વારા પણ પગલા ન લેવામાં આવતા કડક SOP બનાવવાની માગણી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, RTEનો કાયદો 2011માં આવ્યો અને ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો 2013થી અમલમાં આવ્યો છે. તે વખતે જ્યારે દરેક ખાનગી શાળાઓમાંRTEના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થી દીઠ રૂૂ.10,000 આપવામાં આવતા હતા. તે બાદ વર્ષ 2017માં અમે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી કે રૂૂ.10,000ની ગણતરી ગુજરાત સરકારે કયા આધારે કરી છે?, જે બાદ અમારી ચર્ચા વિચારણાને અંતે કોરોના કાળથી વિદ્યાર્થી દીઠ રૂૂ.13,675 આપવામાં આવી રહ્યા છે.

તેને વધુમાં કહ્યું કે, અમે તાજેતરમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે તે એ છે કે વર્ષ 2013માં જ્યારે RTE નો કઈ તો આવ્યો ત્યારે FRC (ફી રેગ્યુલેશન કમિટી) ન હતી. જોકે વર્ષ 2017માં FRC આવ્યું અને તેમાં ખાનગી શાળાઓની ફી ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવતી હોય તો હવે જ્યારે છઝઊના નાણા ચૂકવવામાં આવે ત્યારે જે તે સ્કૂલની FRC દ્વારા નક્કી થયેલી ફી ચૂકવવામાં આવે. આ સાથે જમીએ એ પણ રજૂઆત કરી છે કે કદાચ એફ.આર.સી.ની ગણતરી ન કરીએ તો સરકારને તે વિસ્તારમાં એક બાળક દીઠ પોતાને થતો ખર્ચ ચૂકવવામાં આવે. બે માંથી જે ઓછું હોય તે દરેક શાળાઓને વિદ્યાર્થી દીઠ ચૂકવવું જોઈએ.

11 જિલ્લામાં 2025ની ફી સહાય હજુ સુધી શાળાઓને ચૂકવાઇ નથી
ગુજરાતના 34માંથી 11 જિલ્લામાં ખાનગી શાળાઓને 31 માર્ચ,2026 સુધીમાં વર્ષ 2025ના RTEના નાણા ચૂકવવામાં આવ્યા નથી. જેમાં ક્યાંક શાળાઓનો પણ વાંક છે કે IFSC કોડ ખોટો હોય અથવા E KYC ન થયુ હોય. ઘણી બધી નાની શાળાઓ એવી છે કે જેમાં સરકાર દ્વારા RTEના વિદ્યાર્થીઓના નાણાં ચૂકવવામાં આવે ત્યારબાદ જ શિક્ષકોના પગાર થતા હોય છે. સૌપ્રથમ અમુક શાળામાં 200 જેટલા વિદ્યાર્થીઓ આરટીઇના હોય અને તેની ચુકવણી સમયસર કરવામાં આવે તો ખૂબ જ તકલીફ પડે છે. જેથી અમારી સરકારને રજૂઆત છે કે જૂન માસમાં શૈક્ષણિક સત્ર શરૂૂ થતું હોય તો મોડામાં મોડું ઓગસ્ટ માસમાં ચુકવણી કરી દેવામાં આવે. જ્યારે ઓક્ટોબર – નવેમ્બરમાં દિવાળી વેકેશન બાદ સત્ર શરૂૂ થાય તો તેના માટેનું જાન્યુઆરી માસમાં ચૂકવણું કરવામાં આવે તેવી માગણી છે.