રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.03 થી તા.09 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ફિલ્ડવર્કર, અર્બન આશા અને ખઙઇંઠ દ્વારા 1,16,225 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 739 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 620 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે.
જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 392 અને કોર્મશીયલ 159 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે. અઠવાડીયા દરમિયાન ડેંગ્યતુના વધુ બે કેસ નોંધાયા છે. આ ઉપરાંત વાયરલ રોગચાળા સહીત 2376 કેસ નોંધાયા છે. ચોમાસા દરમિયાન પાણીજન્ય ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે.
