ઉપલેટાની હોસ્પિટલમાં મિશ્ર ઋતુના કારણે ઓપીડી કેસોમાં વધારો

હાલ તો ઉનાળામાં ઉપલેટા સહિત રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસ થયા અંગ દઝાડતી ગરમી પડી રહી છે હીટવેવ ના કારણે જાણજીવન પ્રભાવિત થયું છે બપોરે આકરા…

હાલ તો ઉનાળામાં ઉપલેટા સહિત રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસ થયા અંગ દઝાડતી ગરમી પડી રહી છે હીટવેવ ના કારણે જાણજીવન પ્રભાવિત થયું છે બપોરે આકરા તાપના કારણે રસ્તાઓ સુમસાન બન્યા છે અને છેલ્લા 3 દિવસ થયા વાતાવરણ પણ મિશ્ર બન્યું છે જેમાં સાંજના પાંચ વાગ્યા સુધી ફુલ આકરો તાપ અને પાંચ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવે અને વરસાદ આવે છે જેથી મિશ્ર ઋતુ હોવાના કારણે દર્દીઓનો પણ વધારો થયો છે.

આ બાબતે કોટેજ હોસ્પિટલ નો સંપર્ક કરતા ડો કપિલ સોલંકી જણાવ્યું હતું કે ગયા મહિનામાં 2076 કેસ( ઓપીડી ) કાઢવામાં આવ્યા હતા (ગાયનેક અને આખનો વીભાગ બાદ કરીને) જેમાં સૌથી વધુ હીટ સ્ટ્રોક, ઝાડા ઉલટી, ચક્કર આવવા નબળાઈ, નિર્જળીકરણ, ચક્કર આવવા જેવા કેસો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા અને હાલ છે ત્રણ દિવસ થયા ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદ પડતા સૌથી વધારે બીમારી મા લોકો સપડાય છે અને દર્દીઓનો વધારો થાય છે જેમા કે વાત કરીએ તો ગયા મહિનામાં 24 કેસ ( હિટ સ્ટોક) 314 કેસ ( ઝાડા ઉલટી) 182 કેસ (ચક્કર આવવા) નોંધાયા હતા બાકીના કેસ જેવા કે ડેન્ગ્યુ મેલેરિયા તાવ જેવા પણ અનેક કેસો નોંધાયા છે. આકરી ગરમીના કારણે પશુ પક્ષીના મોતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

ખાસ કરીને કબુતર ચકલી પોપટ કાબર અને હોલા જેવા નાના પક્ષીઓમાં આ પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે અને એ જ રીતે સ્વાન સસલા બિલાડી અને વાછરડું પણ હીટસ્ટોક અને ડિહાઈડૈશનનો ભોગ બને છે રસ્તા પર રખડતા શ્વાન અને ગાયના શરીરનું તાપમાન 108 ડિગ્રીને પાર જોવા મળતું હોય છે ગંભીર સ્થિતિમાં શ્વાનને બે થી ત્રણ દિવસ સુધી સતત બાટલા ચડાવવાની પણ ફરજ પડે છે અસહ્ય ગરમીના કારણે હીટસ્ટોકની ઝપટમાં આવેલા પક્ષીઓ પર કોઈની નજર ન પડતી હોય અને સારવારમાં બેથી ત્રણ કલાકનો વિલંબ થઈ જાય તો તે મૃત્યુ પામે છે અને હાલ ઉનાળામાં આવા કારણો સર પક્ષીઓનું મૃત્યુદર 20 ટકા સુધી પહોંચી ગયો છે.

લોકોને અપીલ છે કે ઘરની બહાર કે અગાસી ઉપર પક્ષીઓ માટે પાણીના કુંડા અચૂક રાખવા જોઈએ અને સ્વાન માટે છાયડા ની વ્યવસ્થા કરવી જોઈએ અને પૂરતું પાણી ઉપલબ્ધ કરવું જોઈએ જેથી માણસની જેમ પશુ પક્ષીઓ પણ ડીહાઈડેશનની બીમારી થી બચી શકે અને કોઈપણ પશુ અથવા પક્ષી અશકત તો જણાય તો તાત્કાલિક જીવ સાથે ફાઉન્ડેશન હેલ્પલાઇન નંબર 63558 69369 સંપર્ક કરવો જેથી સમયસર સારવાર મળી રહે અને જીવ સાર્થક ફાઉન્ડેશન તરફથી પક્ષીઓ માટે પાણીના કુંડા નું પણ ફ્રી વિતરણ કરવામાં આવે છે તો જેમને ઘર બહાર પાણીના કુંડા મુકવા હોય તો તે જીવ સાથે ફાઉન્ડેશન તરફ થી ફ્રી આપવામાં આવશે.