Site icon Gujarat Mirror

ગાંધીગ્રામ લાખના બંગલા પાસે ફલેટમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું, 12 ઝડપાયા

નવ મોબાઇલ, રોકડ અને પાંચ સ્કુટર સહિત 2.22 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ શહેરનાં ગાંધીગ્રામ પાસે લાખનાં બંગલા નજીક બંશી કોમ્પલેક્ષનાં ત્રીજા માળે ફલેટમા મહીલા સંચાલીત જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ગાંધીગ્રામ પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી 3 મહીલા સહીત 12 શખ્સોની ધરપકડ કરી રૂ. 2.22 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

વધુ વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીએસઆઇ એમ. વી. જાડેજા, રવીભાઇ ગઢવી , રોહીતદાન ગઢવી, રઘુભા જાડેજા , અને મશરીભાઇ ભેટારીયા અને મહીલા પોલીસ સહીતનાં સ્ટાફે લાખનાં બંગલા પાસે આવેલા બંશી કોમ્પલેક્ષનાં ત્રીજા માળે 303 નંબરનાં ફલેટમા રહેતા દીવ્યાબેન વિજયા દેવડાનાં ફલેટમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડી જુગાર રમતા દીવ્યાબેન વિજયભાઇ દેવડા , અશ્ર્વીન હસમુખભાઇ બતીયા, હિતેન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, ઇકબાલ કાસમભાઇ બુકેરા , મોહસીન રજાકભાઇ બુખારી , રવીન્દ્રસિંહ અશોકસિંહ પરમાર , બશીર ઓસમાણભાઇ ફકીર, મેહુલ રોહીતભાઇ દેસાણી, આશીફ ગુલાબહુશેન નાગાણી , અમીનાબેન ઇસ્માઇલભાઇ સીડા, જોશનાબેન છગનભાઇ ચંદારાણા અને જયોતીબેન દીલીપભાઇ ભટ્ટને ઝડપી લઇ તેઓની પાસેથી રોકડા રૂ. 20950 મોબાઇલ 9 , પ સ્કુટર સહીત રૂ. 2.22 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

જયારે બીજા દરોડામા ઘંટેશ્ર્વર રપ વારીયા કવાર્ટર મેલડી માતાજીનાં મંદિર નજીક જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગાંધીગ્રામ પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ રવીભાઇ ગઢવી અને મુકેશભાઇ સભાડ સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ગીતાબેન અરવિંદભાઇ મકવાણા, બેનાબેન રાહુલભાઇ દતાણી, સુશીલાબેન પપુભાઇ બેવાસી , રુકસારબેન શરીફભાઇ સમા , હેતલબેન હીતેશભાઇ અનેવાડીયા , નીતુબેન મુકેશભાઇ સંચાણીયા અને હીતેશભાઇ જેન્તીભાઇ અનેવાડીયાને ઝડપી તેઓની પાસેથી 4 હજારની રોકડ જપ્ત કરી હતી.

Exit mobile version