ઉપલેટાના શહીદ ખારચીયામાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: હત્યાનો આરોપ

ઉપલેટાના શહીદ ખારચીયા ગામે રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. સાસુ-સસરાએ માર મારી અમારે તને જોઇતી નથી તેવુ કહેતા…

ઉપલેટાના શહીદ ખારચીયા ગામે રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. સાસુ-સસરાએ માર મારી અમારે તને જોઇતી નથી તેવુ કહેતા પગલું ભરી લીધાનો આરોપ લગાવ્યો છે. આ ઉ5રાંત મૃતક પરિણીતાના ભાઇએ હત્યાનો આક્ષેપ કર્યો છે. પત્નીના મોત બાદ હોમગાર્ડમાં ફરજ બજાવતો પતિ પોલીસ સમક્ષ સરન્ડર થયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉપલેટા તાલુકાના શહીદ ખારચીયા ગામે રહેતી ઇલાબેન હિતેન્દ્રભાઇ ઉર્ફે રામભાઇ બગડા નામની 32 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ ભાયાવદર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ઇલાબેન ધોરાજીના મોટીવાવડી ગામે માવતર ધરાવતી હતી અને બે ભાઇ એક બહેનમાં મોટી હતી. ઇલાબેનના 14 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

ઇલાબેનના પતિ હિતેન્દ્ર ઉર્ફે રામ બગડા સેન્ટીંગ કામની સાથે હોમગાર્ડમાં ફરજ બજાવે છે. ઇલાબેનના સાસુ-સસરા માર મારી ત્રાસ આપતા હતા અને અમારે તને જોઇતી નથી. તેવુ કહેતા ઇલાબેને આત્મઘાતી પગલું ભર્યાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જયારે મૃતક ઇલાબેનના ભાઇ રાજેશભાઇએ આરોપ લગાવ્યો છે કે, ઇલાબેનને મારીને લટકાવી દીધી છે. આક્ષેપોના પગલે પોલીસે પરિણીતાના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. જયારે ઇલાબેનનો પતિ આક્ષેપ થતા ભાયાવદર પોલીસમાં હાજર થઇ ગયો હોવાનુ જાણવા મળ્યુ છે.