ગુજરાત
નવા વર્ષે જ ડખો, આધારકાર્ડ કેન્દ્રો પર લાગ્યા બંધના બોર્ડ
એક સાથે તમામ 18 ઓપરેટરોને નવી ભરતી પહેલાં જ છૂટા કરી દેવાયા બાદ માણસો ન મળતા કોકડું ગૂંચવાયું : અરજદારોમાં દેકારો
રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્રમાં ઘણા સમયથી આંધાધુંધી જોવા મળી રહી છે. અરજી મિસમેચ થવાથી તમામ ઓપરેટરોને છુટા કરવાના આદેશ થયા બાદ મનપાએ સમયસર નવા ઓપરેટરની ભરતી ન કરતા અને જૂનાને છૂટા કરી દેતા નવા વર્ષના પ્રારંભે જ ઝોનલ કચેરી ખાતે અરજદારોનોે ગુસ્સો શાંત કરવા ટેક્નિકલ કારણોસર આધારકાર્ડની કામગીરી બંધ છે તેવા બોર્ડ મારવાની ફરજ પડી છ ે. જેના લીધે બહારગામથી આવતા અને શહેરના અરજદારોને ધક્કો થતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
છતાં મનપાએ એજન્સીને નવા ઓપરેટર આપવા માટે વિનંતી કરવી પડી રહી છે. પરંતુ દિવાળીની રજા બાદ અલગ અલગ કામો માટે આધારકાર્ડના અપડેટ માટે આવતા અરજદારોની આજે પણ લાઈન જોવા મળી હતી. જ્યારે આધારકાર્ડ કેન્દ્રોમાં એક-બે કર્મચારીઓ સિવાય ટેબલો ખાલી જોવા મળ્યા હતાં.
રાજકોટ મહાપાલિકાના આધાર સેન્ટરમાં દિવાળી પહેલા તમામ 18 ઓપરેટરોને મુંબઈ રિઝનલ કચેરી દ્વારા સંસ્પેન્ડ કરી દેતા આધાર સેન્ટરમાં અંધાધૂધી સર્જાઈ છે.તહેવાર પછી શરૂૂ થયેલી સરકારી કચેરીમાં આધારકાર્ડમાં સુધારા-વધારા માટે અરજદારોના ટોળા ઉમટી રહ્યા છે. ત્યારે મહાપાલિકા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂૂપે પાંચ ઓપરેટરોની ભરતી કરવામાં આવી રહી છે. મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા 4129 એન્ટ્રીઓ મીસમેચ થતા મુંબઈ રિઝનલ કચેરી દ્વારા એક સાથે 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાપાલિકાના આધાર સેન્ટરમાં એકસાથે 18 ઓપરેટરોને ઘરભેગા કરી દેવામાં આવતા સેન્ટરમાં નવા કાર્ડ અને જૂના કાર્ડમાં સુધારા વધારાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.
મહાપાલિકાના આધાર સેન્ટરમાં દૈનિક સુધારા વધારા માટે સંકડો લોકો આવતા હોવાથી મહાપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂૂપે પાંચ નવા ઓપરેટરોથી કામગીરી કરવામાં આવે છે. પરતું મહાપાલિકા વિસ્તારમાં એક માત્ર મનપાનું આધાર કેન્દ્ર આવેલ હોવાથી મોટી સંખ્યામાં અરજદારો ઉમટી રહ્યા છે.
એક-એક કલાક સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પણ સુધારા-વધારા થતા નહી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. અને ઝડપથી ઓપરેટરોની ભરતી કરી કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માંગ અરજદારો દ્વારા કરવામાં આવી છે.
ટ્રેનિંગમાં દિવસો નીકળી જવાની શક્યતા
મનપાના આધારકેન્દ્રમાં તમામ ઓપરેટરોને છુટા કરી દેવામાં આવ્યા છે. જેના લીધે આધારકાર્ડની કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને એજન્સીને નવા ઓપરેટરો આપવા માટે સુચના આપવામાં આવી છે. છતાં નવા ઓપરેટર આવ્યા બાદ તમામને અંદાજે 15 દિવસ ટ્રેનીંગ આપવામાં આવે છે. તેવું જાણવા મળેલ છે. આથી નવા ઓપટરોની નિમણુંક થયા બાદ ટ્રેનીંગમાં દિવસો નિકળી જવાની શક્યતા હોય આગામી દિવસોમાં પણ આધારકાર્ડની કામગીરી બંધ રહે તેવું લાગી રહ્યું છે.