ગુજરાત

ત્રણ કરોડની ઠગાઇના ગુનામાં વી.પી. સ્વામીની ધરપકડ, રિમાન્ડ માટે રાજકોટની કોર્ટમાં રજૂ કરાયો

Published

on

સ્વામિનારાયણ સંપ્રદાયનાં ચાર સ્વામી સહિતની ટોળખી સામે મંદિર અને ગૌશાળાની ખરીદી કરવાના નામે રૂૂા. 3.04 કરોડની છેતરપીંડીની ફરિયાદ રાજકોટમાં નોંધાયા બાદ આજે આ પ્રકરણનાં મુખ્ય સુત્રધાર એવા જૂનાગઢના ઝાલણસરનાં સ્વામી વિજયપ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામીની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. વી.પી. સ્વામીની ધરપકડ બાદ આવતીકાલ તા.30નાં સવારે 11 વાગ્યે રાજકોટની કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગમી કરવામાં આવશે.

આ ઘટનાની જાણવા મળતી વિગતો એવી છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ વી.પી. સ્વામી (વિજય પ્રકાશ સ્વામી) જે.કે. સ્વામી (જયકૃષ્ણ) એમ.પી. સ્વામી અને વી.પી. સ્વામી સહિત લાલજી ઢોલા, સુરેસ, ભુપેન્દ્ર અને વિભસિંહ નામના શખ્સો વિરુધ્ધ રાજકોટનાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ રૂૂા. 3.04 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આ શખ્સોએ પોઈચા જેવું મંદિર બનાવવાના નામે મોટુ વળતર મળશે તેવી લાલચ આપીને જમીનની ખરીદી કરી હતી. એ પછી નાણાં ચુકવવામાં ગલ્લા તલ્લાં કરવામાં આવતા ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ સ્વામીના સાગરિત લાલજી ઢોલાને સુરતથી ઝડપી લીધો હતો. ત્યારબાદ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગનરે તપાસ સોંપવામાં આવતા જે.કે. સ્વામી ઝડપાઈ ગયા બાદ આજે આ પ્રકરણનાં મુખ્ય સુત્રધાર એળા વડતાલ તાબા મંદિરના ચીટર સ્વામી એળા જૂનાગઢનાં ઝાલણસરનાં સ્વામી વિજય પ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામીની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટનાં જમીન લેવેચના ધંધાર્થી જસ્મીનભાઈ માઈકની ફરિયાદનાં આધારે વી.પીસ્વામીની ધરપકડ થયા બાદ કાલે તા.30નાં રાજકોટની કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version