કચ્છ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોરી, લૂંટ અને ધાડ કરવા આવેલી ટોળકી પકડાઈ

Published

on

ઘાતક હથિયારો અને સોના-ચાંદીના દાગીના સહિત 12 લાખનો મુદ્દામાલ કબજે

વલસાડ એલસીબીને મળેલી બાતમીના આધારે ટોળકીના છ શખ્સોને ઝડપી લીધા

સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં મોટા ગુનાને અંજામ આપવા પૂર્વ તૈયારી સાથે આવેલી ટોળકીને વલસાડ એલસીબીએ લૂંટને અંજામ આપે તે પૂર્વે પકડી પાડી હતી. આ ટોળકીના 6 શખ્સો પાસેથી સોના-ચાંદીના દાગીના અને ઘાતક હથિયારો સહિત 12 લાખનો મુદ્દામાલ એલસીબીએ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ટોળકી સુરેન્દ્રનગર, કચ્છ અને બનાસકાંઠા પંથકમાં ચોરી લૂંટ, ધાડ સહિતના ગુનાને અંજામ આપવાની હોવાનું તપાસમાં ખુલ્યું છે.


બનાવની વિગતો જોઈએ તો,વલસાડ એલ.સી.બી પોલીસની ટીમ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી એ વખતે બાતમી મળી હતી કે એક તૂશરિં કાર માં કેટલાક ઈસમો લૂંટના ઇરાદે બગવાડા વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે એલ.સી.બી પોલીસે વોચ ગોઠવતા કાર અટકાવી તપાસ કરી હતી. કારમાં 6 વ્યક્તિઓ સવાર હતા. બધું તપાસ કરતા કાર માંથી ચોરી કરવાના સાધનો અને ધારદાર તીક્ષણ હથિયાર પણ મળી આવ્યા હતા.
કારમાંથી હથિયારો સાથે 88.960 ગ્રામ સોનું , 529.780 ગ્રામ ચાંદી તેમજ સ્વિફ્ટ કાર મળી કુલ 12,20,340 ના મુદ્દામાલ કબજે કર્યો હતો .આમ બગવાડા વિસ્તાર માં એક ધાડને અંજામ આપવા નીકળેલા શખ્સો મોટો ગુન્હો કરે તે પહેલા જ ઝડપાઇ ગયા હતા. વલસાડ એલ.સી.બી પોલીસે તપાસ કરતા બહાર આવ્યું છે કે આ 6 ઈસમો સમગ્ર દેશ માં ધાડ ,લૂંટ અને હત્યા ને અંજામ આપનાર રાજસ્થાની ગેંગના સભ્યો છે.


ઝડપાયેલા તમામ આરોપીઓ દિનેશ પ્રસાદ ગોવિંદ મેઘવાલ રાજેન્દ્ર બાવરી, ધનરાજ બલાઈ, કાળુ બાવરી અને મુકેશ મેઘવાલ રાજસ્થાનના રહેવાસી છે. દિનેશ પ્રસાદ ગોવીંદ મેઘવાળ અને મુકેશ મેઘવાલ આ ગેંગના માસ્ટરમાઈન્ડ છે, પકડાયેલા તમામ ઈસમો રીઢા ગુનેગાર છે. જેમાં થી ત્રણ ઈસોમો સામે આ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે. પકડાયેલા આરોપી પૈકી મુકેશ મોહનલાલ મેઘવાલ સામે રાજસ્થાન રાજ્યના 40 થી વધુ ફોરવીલર વાહનો ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની કબુલાત કરી છે. જ્યારે દિનેશ માલી રાજસ્થાનના ભીલવારા પોલીસ સ્ટેશનના ટ્રીપલ મર્ડરના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે.હાલ તો પોલીસે તમામના રિમાંડ લેવાની તજવીજ હાથ ધરી છે .આથી આગામી સમયમાં પોલીસ રિમાન્ડમાં હજી વધારે ગુન્હાઓ ઉકેલાય તેમ મનાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version