Site icon Gujarat Mirror

કાળીપાટ ગામે ખેતરમાં થાંભલા નાંખવાનું ન ગમતા પ્રૌઢ ઉપર કૌટુંબિક ભાઈએ ટ્રેક્ટર ચડાવી દીધું

oplus_0

બંને શેઢા પાડોશી હોય, આરોપીએ ટ્રેકટરથી થાંભલા પાડી નાખતા ડખ્ખો; ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા

રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે રહેતા પ્રૌઢ પોતાની વાડીએ ખેતરમાં થાંભલા નાખતા હતાં ત્યારે શેઢા પાડોશી કૌટુંબીક ભાઈને થાંભલા નાખવાનું ન ગમતાં તેણે ટ્રેકટર લઈ આવી થાંભલા પાડી નાખતાં આ બાબતે ઝઘડો થયો હતો. જેથી કૌટુંબીક ભાઈએ પ્રૌઢ ઉપર ટ્રેકટર ચડાવી દેતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

કાળીપાટ ગામે રહેતાં રાજાભાઈ ધરમશીભાઈ બારૈયા (ઉ.55) નામના પ્રૌઢ આજે સવારે પોતાની વાડીએ હતા ત્યારે ખેતરમાં થાંભલા નાખતાં હતાં. જે બાબતે શેઢા પાડોશી કૌટુંબીક ભાઈ ભરત ધનુભાઈ બારૈયાએ આવી ઝઘડો કરી તેના ઉપર ટ્રેકટર ચડાવી દેતાં કમરના ભાગે ઈજા થતાં પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં બન્ને કૌટુંબીક ભાઈ શેઢા પાડોશી હોય ઈજાગ્રસ્ત રાજાભાઈ પોતાના ખેતરમાં થાંભલા નાખતાં હોય જે આરોપી કૌટુંબીક ભાઈને સારૂ ન લાગતાં તેણે ટ્રેકટર લઈ આવી થાંભલા પાડી નાખ્યા હોય જેથી રાજાભાઈએ થાંભલા કેમ પાડી નાખ્યા તેમ કહેતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી ટ્રેકટર માથે ચડાવી દીધું હતું. આ અંગે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version