જામનગરમાં વૃધ્ધે પગના દુ:ખાવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો

જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે લાંબા સમયથી ચાલતી શારીરિક પીડાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં શહેરમાં ચર્ચા જાગી છે. આ…

જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે લાંબા સમયથી ચાલતી શારીરિક પીડાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં શહેરમાં ચર્ચા જાગી છે. આ અંગે મૃતક ના પુત્ર ભરતભાઈ લાલજીભાઈ વાઘેલાએ સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું હતું કે તેમના પિતા લાલજીભાઈ અરજણભાઈ વાઘેલા (ઉંમર 60 વર્ષ), રહે. કિશાન ચોક, ઉનની કંદોરીની સામે, જામનગર, છેલ્લા લગભગ બે વર્ષથી પગની ગોઠણ અને ઘૂંટીના ગંભીર દુખાવાથી પીડાઈ રહ્યા હતા. દુખાવાના કારણે તેઓ યોગ્ય રીતે હલનચલન પણ કરી શકતા નહોતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સતત શારીરિક પીડા અને ચાલવામાં પડતી મુશ્કેલીઓથી કંટાળી ગયેલા લાલજીભાઈએ પોતાના નિવાસસ્થાને ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુ ની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લાલપુર તેમજ કાલાવડ પંથકમાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સો પોલીસ સકંજામાં
જામનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા તત્વો સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે કાલાવડ ટાઉન પોલીસ અને લાલપુર પોલીસ સ્ટેશનની ટીમોએ અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડી કુલ પાંચ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડ્યા છે.

કાલાવડ બસ સ્ટેશન નજીક રિક્ષા સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતા બે શખ્સો પાસેથી રોકડા રૂૂપિયા 1,250 કબજે કરવામાં આવ્યા હતા. આ મામલે મોહસીનભાઈ દાઉદભાઈ પઠાણ (ઉંમર 34 વર્ષ) અને શાહનવાજભાઈ કરીમભાઈ અભેસોરા (ઉંમર 21 વર્ષ) સામે જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે લાલપુર ખાતે ધરાનગર ધાર ઉપર મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં ગંજીપત્તાના પાનાથી તીનપત્તી જુગાર રમતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં ઇબ્રાહીમ રોશન રાઠોડ (ઉંમર 51 વર્ષ), રાણાભાઈ રોશનભાઈ રાઠોડ (ઉંમર 60 વર્ષ) તથા જુસા રોશનભાઈ પરમાર (ઉંમર 62 વર્ષ) પાસેથી રોકડા રૂૂપિયા 4,130 તથા ગંજીપત્તાના 52 પાનાં કબજે કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી જ્યારે અન્ય બે આરોપીઓને સિનિયર સીટીઝન હોવાથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(3) મુજબ નોટિસ આપવામાં આવી હતી. જિલ્લા પોલીસની બંને કાર્યવાહીમાં કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ કુલ રૂૂપિયા 5,380નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.