Site icon Gujarat Mirror

જાફરાબાદમાં શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ગઠિયાએ રૂા.1.22 કરોડ પડાવી લીધા

અમરેલી જિલ્લામાં ફરી એકવાર સાયબર ઠગાઈનો મોટો બનાવ સામે આવ્યો છે. શેર માર્કેટમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આ

પીને ઠગબાજોએ એક વ્યક્તિ પાસેથી ₹1.22 કરોડથી વધુની રકમ પડાવી લીધી હોવાનું બહાર આવ્યું છે.
જાફરાબાદમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતા અને મૂળ હરિયાણાના વિકાસ રામસ્વરૂૂપ યાદવ (ઉંમર 44)ને ફેસબુક પર 5ઙફશતફ જજ્ઞિંભસ છયતયફભિવ નામની બનાવટી એડ જોવા મળી હતી. આ એડમાં શેર બજારમાં રોકાણ કરીને ઊંચો નફો આપવાની લાલચ આપવામાં આવી હતી.

રામસ્વરૂૂપ યાદવને આપેલા વોટ્સએપ નંબર પર સંપર્ક કરતા શાલીની કુલકર્ણી નામથી ઓળખ આપનાર વ્યક્તિએ તેમને ણ-79 5ઙફશતફ ઈફાશફિંહ અભવશયદયતિ નામના વોટ્સએપ ગ્રુપમાં જોડ્યા હતા.
ત્યારબાદ લાભદાયી શેરની માહિતી આપી પોતાના ચક્રવ્યૂહમાં ફસાવવા ખાસ લિંક મોકલી અને 5ઙઈકઙખઝઅખઅડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી ત્યાર બાદ ણ-55 5ઙફશતફ કસ્ટમર સેન્ટર નામના અન્ય વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા, જેમાં ચાર અલગ અલગ મોબાઇલ નંબર ધરાવતા લોકો પોતાને કંપનીના કસ્ટમર કેર કર્મચારી તરીકે ઓળખાવી વાતચીત કરતા હતા.
આ આરોપીઓએ જુદી જુદી બેંકોના ખાતાની વિગતો આપી ફરિયાદી પાસેથી અલગ અલગ હપ્તામાં કુલ ₹1 કરોડ 22 લાખ 85 હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.

બાદમાં એપ્લિકેશનમાં તેઓ નફો કરતા હોવાનું દર્શાવી વિશ્વાસ જીત્યા બાદ જ્યારે ફરિયાદીએ રૂૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે વધુ ₹50 લાખ ફી ભર્યા પછી જ પૈસા મળશે તેવી ધમકી આપી હતી. ત્યારે રામસ્વરૂૂપ યાદવ પોતે ફ્રોડનો શિકાર થયાનું અનુમાન આવતા અજાણ્યા લોકો વિરુદ્ધ જાફરાબાદ પોલીસને ફરિયાદ આપી છે, આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version