ગુજરાત

દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ

Published

on

જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે મળેલા જામીનનો ભંગ કરી ઘુસણખોરી કરનારને અટકાવવા જતા બનેલો બનાવ


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે ગુજસીટોકના નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા આરોપીઓને હાઈકોર્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ન પ્રવેશ કરવાની શરત સાથે જામીન આપ્યા હતા. આ પૈકીના ત્રણ આરોપીઓ જિલ્લામાં પ્રવેશ્યા હોવાથી કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફે ચેક પોસ્ટ પાસે અટકાવતા કારમાં સવાર કુલ પાંચ આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કરી, બેરીકેટીંગ તોડી નાખતા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


આ સમગ્ર ચકચારી પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ ભીખાભાઈ ચાવડાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કેે હર્ષદ ચેક પોસ્ટ પાસે તેમની ફરજ પર હતા. ત્યારે તેમને માહિતી મળી હતી કે મીઠાપુર પોલીસ મથકના ગુજસીટોકના ગુનાના આરોપીઓ કે જેઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો, તે પૈકીના કેટલાક આરોપીઓ દ્વારકા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન મુક્ત થયા હતા તેઓ કેટલાક દિવસોથી દ્વારકા પંથકમાં રહેતા હતા.


આ પ્રકારના આરોપીઓ સફેદ કલરની એક મોટરકારમાં પોરબંદર હાઈવે રોડ પર જવાની પેરવીમાં હતા તેવી માહિતી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ તથા સ્ટાફે આ ચેક પોસ્ટ નજીકથી પસાર થઈ રહેલી જી.જે. 37 જે. 7445 નંબરની સફેદ કલરની એક ક્રેટામાં મીઠાપુર ગામના માનસંગભા ધાંધાભા સુમણીયા, ટોબર ગામના રાયદેભા ટપુભા કેર, મેવાસા ગામના મેરૂૂભા વાલાભા માણેક તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો સહિત કુલ પાંચ શખ્કોએ હતા. આ શખ્સોએ પોલીસ કાર ઉપર ચડાવીને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ બેરીકેટિંગને ટક્કર મારી આ બેરીકેટિંગને નુકસાની કરી હતી.


આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બે અજાણ્યા સહિત તમામ પાંચ શખ્સો સામે ભારતીય ન્યાય સહિતની કલમ 109 (1), 121 (1), 3(5) તથા પબ્લિક પ્રોપર્ટી એન્ડ ડોમેસ્ટિક એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, દ્વારકા સર્કલના ડીવાયએસપીના વડપણ હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. કે.બી. રાજવીએ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version