Site icon Gujarat Mirror

ચુનારાવાડમાં પત્ની સાથે રૂપિયા મામલે ઝઘડો થતા પતિએ ફીનાઇલ પી ફાંસો ખાધો

રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમા આવેલા ચુનારાવાડમા રહેતા યુવાને ફીનાઇલ પી લઇ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમને બચાવી તુરંત શહેરની સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો. યુવકને તેમની પત્ની સાથે પૈસા મામલે માથાકુટ થઇ હતી. આ ઘટના મામલે થોરાળા પોલીસે યુવકનાં પરીવારજનોનુ નીવેદન લેવા તજવીજ શરુ કરી છે.

વધુ વિગતો મુજબ ચુનારાવાડ શેરી નં 7 – 8 નાં ખુણે રહેતા વિનોદ ત્રીલોકચંદ (ઉ.વ. 3પ ) નામનાં યુવાને રાત્રે 10 વાગ્યે પોતાનાં ઘરે ફીનાઇલ પી બાદમા ગળેફાંસો ખાવાની કોશિષ કરતા પરીવારજનોએ તેમને બચાવી તુરંત 108 મારફતે સિવીલ હોસ્પીટલે સારવાર માટે ખસેડયો હતો . આ ઘટના અંગે હોસ્પીટલ ચોકીનાં એએસઆઇ રામશીભાઇ વરુ સહીતનાં સ્ટાફે પોલીસ ચોપડે એન્ટ્રી નોંધી થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસનો સ્ટાફ તુરંત સિવીલ હોસ્પીટલે પહોંચી ગયો હતો અને વિનોદનાં પરીવારજનોનુ નીવેદન નોંધવા કાર્યવાહી શરુ કરી હતી.

પોલીસની પ્રાથમીક તપાસમા જાણવા મળ્યુ હતુ કે વિનોદને સંતાનમા એક દીકરો છે તેમજ પોતે ફુડ ડીલેવરી મેન તરીકે અગાઉ કામ કરતો હતો . હાલ કામ ધંધો મળતો ન હોય જેથી આર્થીક ભીંસમા મુકાઇ ગયો હતો . આજે પત્ની સુનીબેન સાથે રૂપીયા બાબતે ઝઘડો થતા તેમને લાગી આવ્યુ હતુ અને ત્યારબાદ પત્ની તેમજ પુત્ર બંને બજારમા કરીયાણુ લેવા ગયા હતા . પોતે ઘરે એકલો હોય જેથી આ પગલુ ભરી લીધુ હતુ . જો કે પરીવારજનો જોઇ જતા વિનોદને બચાવી સિવીલ હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડયો હતો.

Exit mobile version