Site icon Gujarat Mirror

રૈયા રોડ પર ખાનગી ક્લિનીકમાં બાટલો ચડાવ્યા બાદ પ્રૌઢની તબીયત લથડી

oplus_262176

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પ્રૌઢને તાવ આવતો હોવાથી રૈયારોડ પર આવેલા ખાનગી કલીનીકમાં સારવાર માટે જતા બાટલો ચડાવ્યા બાદ રીએકશન આવતા તેમની તબીયત લથડા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામમા આવેલા અજંલી પાર્ક 3ની સામે રહેતા યુસુફભાઇ અલીમહમ્મદ ખીરા (ઉ.વ.55)નામના પ્રૌઢને ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી તેઓ રૈયારોડ પર કનૈયાચોકમાં આવેલા ઓમ કલીનીકમાં દવા લેવા ગયા હતા. ત્યારે તેમને બાટલો ચડાવવામાં આવ્યો હતો. દરમિયાન બાટલો ચડાવ્યા બાદ તેમને રીએકશન આવતા અર્ધ બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે વુધ તપાસ હાથ ધરી છે.

Exit mobile version