મનપા દ્વારા આંગણવાડી કાર્યકર, હેલ્પરની ભરતી પ્રક્રિયા અંગે અગત્યની સૂચના

રાજકોટ મહાનગરપાલિકા આઇસીડીએસ વિભાગદ્વારા આંગણવાડી કાર્યકર/હેલ્પરની ભરતી માટે ઓનલાઈન અરજી કરતા તમામ અરજદારોને અરજી પ્રક્રિયા દરમિયાન ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. અપીલ સુનાવણી…

રાજકોટ મહાનગરપાલિકા આઇસીડીએસ વિભાગદ્વારા આંગણવાડી કાર્યકર/હેલ્પરની ભરતી માટે ઓનલાઈન અરજી કરતા તમામ અરજદારોને અરજી પ્રક્રિયા દરમિયાન ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.
અપીલ સુનાવણી દરમિયાન જાણવા મળેલ છે કે કેટલાક અરજદારો દ્વારા સાયબર કાફે મારફતે ઓનલાઈન ફોર્મ ભરાવ્યા બાદ તેમાં દર્શાવેલ વિગતો તથા અપલોડ કરાયેલા દસ્તાવેજોની યોગ્ય રીતે ચકાસણી કર્યા વિના Final SubmitL$fhp માં આવેલ છે. પરિણામે અરજી પ્રક્રિયા દરમિયાન મુશ્કેલી ઊભી થવાની શક્યતા રહે છે.

તમામ અરજદારોએ નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવા અનુરોધ કરવામાં આવે છે. સાયબર કાફે મારફતે ફોર્મ ભરાવ્યા બાદ ફોર્મમાં દાખલ કરવામાં આવેલી તમામ વિગતોજાતે કાળજીપૂર્વક ચકાસ્યા બાદ જ Final Submit કરવું. વેબસાઇટ પર આપવામાં આવેલનિયત નમૂનાનું સ્વઘોષણા પત્રકજ અપલોડ કરવું. જે વોર્ડ માટે અરજી કરવામાં આવે છે, તે જ વોર્ડનોમાન્ય રહેઠાણનો પુરાવોઅપલોડ કરવો. ગ્રેડ/સ્કોર દર્શાવતી માર્કશીટ હોય તો ગુણની ગણતરી દર્શાવતુંજરૂૂરી પ્રમાણપત્ર જોડવું. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વેબસાઇટ પર આપવામાં આવેલીફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓધ્યાનપૂર્વક વાંચી તેનો યોગ્ય રીતે અમલ કરવો. Final Submit કરતાં પહેલાંદાખલ કરેલી તમામ વિગતો તથા અપલોડ કરાયેલા તમામ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરવી. અરજી સબમિટ કર્યા બાદ કોઈ ક્ષતિ રહી ગઈ હોવાનું જણાય તો, લાગુ પડતી ભરતીની જોગવાઈઓ/પોર્ટલની સુવિધા મુજબફરીથી નવેસરથી અરજી કરી શકાશે.અરજીમાં કોઈ ભૂલ ન થાય તથા ભરતી પ્રક્રિયા દરમિયાન અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર તમામ અરજદારોને ઉપરોક્ત સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે.