રાજ્યમાં અસામાજિક ત્તત્વો ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે રાજકોટ પોલીસ દ્વારા અવાર નવાર ગુના આચરવાની ટેવ ધરાવતા કુખ્યાંત શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવા ગુનેગારોના ગેરકાયદેસર દબાણો દુર કરવા અને ગેરકાયદેસર વિજ કનેકશન કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના વાવડી વિસ્તારમાં પોલીસ ચોકી નજીક સરકારી જમીન ઉપર દબાણ કરનાર મહિલા બૂટલેગરના ગેરકાયદે મકાનો ઉપર બુલોડઝર ફેરવી દેવામાં આવ્યુ હતુ. પાંચ જેટલા કાચા પાકા મકાનો તોડી પાડી સરકારી જમીન ખુલી કરવામાં આવી હતી. જયારે આ કાર્યવાહી દરમિયાન મહિલા બૂટલેગરે પોલીસ સાથે માથાકૂટ પણ કરી હતી અને સામાન માથી દેશી દારૂ સગેવગે કરતી બૂટલેગરની પુત્રવધુ વિરૂદ્ધ પોહીબીશનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ શહેરના વાવડી વિસ્તારમાં આજે પોલીસ અને મામલતદારની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી હાથ ધરીને સરકારી જમીન પર થયેલું દબાણ દૂર કર્યું હતું. વાવડીના સર્વે નંબર 149 પૈકીની સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલી મહિલા બૂટલેગર પંખુ વેરશીભાઇ સોલંકી અને તેના પુત્ર મુન્નાએ ગેરકાયદેસર કાચા પાકા મકાનો બનાવેલા હોય આજે સવારે પોલીસ અને મામલતદારની ટીમ દ્વારા ભારે બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પ જેટલા કાચા પાકા મકાનો, સહિતના ગેરકાયદેસર બાંધકામને બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. આ ડિમોલિશનના પરિણામે અંદાજે 3000 વાર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, જેની બજાર કિંમત આશરે 30 કરોડ રૂૂપિયા આંકવામાં આવી રહી છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન મહિલા બૂટલેગર પંખુ સોલંકીએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી. જો કે પોલીસે પરસ્થિતીને કાબુમાં લીધી હતી. દરમિયાન સામન હટાવતી વેળાએ મહિલા બૂટલેગરની પુત્રવધુ અનીતા દેશી દારૂનછ કોથળી હાથમાં લઇ સગેવગે કરવા જતી હોય પોલીસે તેને ઝડપી લઇ તેના વિરૂદ્ધ પોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

