Site icon Gujarat Mirror

હું કોર્ટમાં કહીશ, પ્ર.નગર પોલીસ હરામી છે: આરોપીનો પીએસઆઇ પર હુમલો

ગઇકાલે અરજી સબબ નિવેદન માટે આરોપીઓને પ્ર.નગર બોલાવ્યા બાદ બઘડાટી બોલાવી

આરોપીએ કહ્યું, હું જેલમાં જઇને આવ્યો છુ મને પોલીસની બીક નથી કહી દિવાલમાં માથા ભટકાડયા

રાજકોટમાં બેફામ બનેલા માથાભારે અને લુખ્ખાઓનો છાશવારે પબ્લિક તો ભોગ હવે પોલીસ પણ ભોગ બની રહી છે. પ્ર.નગર પોલીસ મથકમાં ગઇકાલે રાત્રે અરજીના કામે લવાયેલા એક શખ્સે ધમાલ મચાવી પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો હતો.આ ઘટનામાં પોલીસે બીજો ગુનો આરોપીઓ વિરુદ્ધ નોંધ્યો હતો.
વધુ વિગતો મુજબ,શહેર પોલીસ તંત્ર માટે શરમજનક એવી આ ઘટનાની કોન્સ્ટેબલ કાનાભાઈ મીરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે રૂૂખડિયાપરા વિસ્તારમાં સલીમ દાઉદભાઈ ડોસાણીને અરજીના કામે બોલાવાયા હતાં. સાથોસાથ સામાવાળા એવા તેના સંબંધી સાદાન અને તેના પિતા સમીર દાઉદભાઈ ડોસાણીને પણ બોલાવાયા હતાં.તે અરજી લખતા હતા ત્યારે પીએસઆઈ કે.કે.ચાવડા નિવેદન લખતા હતાં.

અચાનક સાદાન અને તેના પિતાએ અપશબ્દો બોલવાનું શરૂૂ કર્યું હતું.ચૂપ રહેવાનું કહેવાયા છતાં બેફામ બોલવાનું ચાલુ રાખ્યું હતું.અરજી લેવાયા બાદ સમીરે કહ્યું કે તેને હાથમાં વાગ્યું છે.જેથી તેને સારવાર લેવાનું કહેવાયું હતું. તે સાથે જ સાદાનની પૂછપરછ શરૂૂ કરાતા બૂમો પાડી હું તો જેલમાં જઈને આવ્યો છું, મને પોલીસની કોઈ બીક નથી કહી દીવાલ સાથે માથા ભટકાડવાનું અને બેફામ ગાળો બોલવાનું શરૂૂ કરી દીધું હતું.
આટલેથી નહીં અટકતા કહ્યું કે મને અહીંથી બહાર નીકળવા દો, તમને બંનેને જાનથી મારી નાખીશ. આ પછી તેમને મારવા દોડ્યો હતો. હોમગાર્ડની મદદથી તેને પકડી લીધો હતો.

તે સાથે જ સાદાને કહ્યું કે તમે મને મારો છો એવું હું કોર્ટમાં કહીશ, પ્ર.નગરની પોલીસ હરામી છે. આ પછી ફરીથી દીવાલ સાથે માથા ભટકાડવાનું શરૂૂ કરી તેના અને પીએસઆઈ ચાવડા ઉપર હુમલો કરતાં તેણે દરવાજો બંધ કરવો પડ્યો હતો.ત્યાર પછી સાદાને બૂમાબૂમ શરૂૂ કરતાં તેના પિતા સમીરભાઈ, માતા સાયદાબેન અને રૂૂખસદ મુનાફભાઈ નાથાણી ધસી આવ્યા હતાં.આવીને ઈન્વે.રૂૂમના દરવાજાને જોર-જોરથી લાતો મારી હતી.તેમને રોકતાં ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂૂ કરી ધમકી આપતા કહ્યું કે તારો વીડિયો કમિશનરને સવારે બતાવીશ,તારા પટ્ટા ઉતરાવી દેવા છે, તારી નોકરી કઢાવી છે.આટલું બોલ્યા બાદ ઝપાઝપી શરૂૂ કરી હતી.સાથોસાથ ઉધ્ધતાઈભર્યું વર્તન પણ ચાલુ રાખ્યું હતું.જેમ ફાવે તેમ અપશબ્દો બોલ્યા હતાં.

ફરિયાદ મુજબ આરોપીઓએ પોલીસને બદદુઆ પણ આપતા કહ્યું કે અમારા ગરીબની હાય છે, અલ્લાહ કરે તું અત્યારે ને અત્યારે મરી જા, તને અત્યારે જ હાર્ટ એટેક આવી જાય, તારી નોકરી જતી રહે.આ દરમિયાન ખુબ સમજાવટ કરી હતી છતાં માન્યા ન હતા.ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે સાદાન નશાખોર હાલતમાં મળતાં તેની સામે પ્રોહીબીશનનો પણ ગુનો દાખલ કર્યો હતો.

Exit mobile version