Site icon Gujarat Mirror

પૂર્વ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં ચારિત્ર પર દાગ લગાવવા પતિએ પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા !

રાજકોટમાં રહેતી મહિલાને પુર્વ પતિએ ચારિત્ર પર દાગ લગાવવા માટે પુર્વ પ્રેમીના મહીલાના ફોટા વાયરલ કરી હેરાન કરતો હોવાની ફરિયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધી આરોપીની ઘરપકડ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એક વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ તેના પુર્વ પતિ સામે ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેના લગ્ન થયા બાદ પતિ સાથે મનમેળ ના હોય મહિલાએ છુટાછેડાનો કેસ કર્યો હતો. અને કોર્ટમાં કેસ ચાલતો હોય જેથી ઉશ્કેરાયેલા પુર્વ પતિએ મહિલાના ઈન્સ્ટાગ્રામ મારફતે તેના જુના પ્રેમીના ફોટા મેળવી મહિલાના સગ્ગા સબંધી તેમજ પરીચીતોના ફોટા બતાવી તેમજ વ્હોટ્સએપમાં ફોટા વાયરલ હોય જેથી તેના પરીચીતો તેમજ તેના પરીવારજનો મારફતે જાણવા મળતા તેને તપાસ કરી ફરીયાદ કરી હતી.

બનાવને પગલે પીઆઈ બીબી જાડેજા સહીતે વધુ પુછતાછ કરતા પતિ સાથે કોર્ટમાં કેસ ચાલતો હોય જેથી તે પરત ખેંચવા માટે અવાર નવાર ઝઘડાઓ કરતો હોય બાદમાં આ કૃત્ય આચર્યાનુ જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.

Exit mobile version