ક્રાઇમ
રીઢા ગુનેગારો અને બૂટલેગરોને ત્યાં પોલીસના દરોડા
શહેરમાં વધી રહેલા ગુનાખોરીને ધ્યાને લઇ પોલીસ કમિશનર બ્રેજશ કુમાર ઝાએ ગુનેગારો સામે કાર્યવાહી કરવા આપેલી સુચનાને પગલે શહેરના માલવીયાનગર પોલીસ વિસ્તારમાં એલસીબી ઝોન-2 અને પાંચ પોલીસ મથકના સ્ટાફે સઘન ચેકીંગ ર્ક્યુ હતું અને આ ચેકીંગ દરમિયાન દારૂ પીધેલા, દેશી દારૂ તેમજ લાયસન્સ વગર વાહન ચલાવતા શખ્સો સામે કાર્યવાહી કરી 31 સામે કાર્યવાહી કરી હતી. જ્યારે આઠ જેટલી પ્રોહીબીશન નીલ રેઇડ કરવામાં આવી હતી.
શહેરના માલવીયા નગર પોલીસ મથક વિસ્તારના આંબેડક્રનગર, ચંદ્રેશનગર, નવલનગર, મવડી પ્લોટ સહિતના વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો ત્રાટકી હતી. ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવાની સુચનાથી એસીપી બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇ તેમજ એલસીબી ઝોન-2ના પીએસઆઇ રામદેવસિંહ ઝાલા સહિતના પાંચ પોલીસ સ્ટેશનના અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં નામચીન બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃતિ કરતા તત્વો ઉપર પોલીસે ધોશ બોલાવી ચેકીંગ ર્ક્યુ હતું.
આ દરોડામાં પોલીસે દેશી દારૂના આઠ કેસ તેમજ દારૂ પીધેલા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. ઉપરાંત લાયસન્સ વિના વાહન ચલાવતા 12 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 10 હજારનો દંડ વસુલ્યો હતો. ઉપરાંત એમવી એક્ટ હેઠળ બે કેસ, જીપી એક્ટ હેઠળ 1 એમ કુલ અલગ અલગ 31 સામે કાર્યવાહી કરી હતી. જ્યારે દારૂના દરોડામાં આઠ નિલ રેઇડ પણ કરવામાં આવી હતી.
પીસીબીના બે દરોડામાં 164 બોટલ દારૂ ઝડપાયો
દારૂ-જુગારની પ્રવૃતિ ઉપર સતત દરોડા પાડતી પીસીબીની ટીમે શહેરના બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી 164 વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સોની ઝડપી લીધા હતા. મોરબી રોડ જકાતનાકા પાસે જય જવાન જય કીશાન સોસાયટીમાં રહેતા બુટલેગર ભાવેશ મગન મકવાણાના ઘરેથી રૂા.67320ની કીમતની 120 બોટલ વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો. જ્યારે અન્ય દરોડામાં કોઠારીયા રોડ પર મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા એજાદ હારૂનભાઇ આદમાણીના ઘરે દરોડો પાડી રૂા.17670ની કીમતની 24 બોટલ દારૂ કબજે ર્ક્યો હતો. પીઆઇ એમ.આર.ગોંડલીયાની સૂચનાથી પીએસઆઇ એમ.જે.હુણ અને તેમની ટીમે દરોડા પાડયા હતા.