Site icon Gujarat Mirror

લાઠીના ઈશ્ર્વરિયા ગાામે ડમ્પરે ઠોકરે લેતા પત્નીની નજર સામે પતિનું મોત

ઓવરલોડ ખનીજ ભરીને ચાલતા ડમ્પરના ચાલકો સામે રોષ

અમરેલી લાઠી રોડ પર ઈશ્વરીયા ગામ પાસે બાઇક પર ભુરખિયા દર્શને જઈ રહેલા પરિવારને પૂરઝડપે આવતા એક ડમ્પરે અડફેટે લેતા પત્નીની નજર સામેજ પતિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અમરેલી હનુમાન પરામાં રહેતા મનોજભાઈ મોહનભાઈ દેસાઈ (ઉ.વ.34) તેમની પત્ની નિમિષાબેન અને પુત્ર દિકરા શિવાંશ સાથે બાઇક પર ભુરખિયા હનુમાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે સમયે ઈશ્વરીયા ગામ થી એક કી.મી. દૂર પહોચતા જ કાળ બનીને પૂરઝડપે આવતું ૠઉં 14 અઝ 9989 નંબરના ડમ્પરે તેઓની બાઇક સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મનોજભાઈ દેસાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને દીકરા શિવાંશને માથા અને પગમાં ઇજાઓ પહોચતા ઇમરજન્સી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

તેઓના મોટાભાઈ રાજેશભાઈ મોહનભાઈ દેસાઈએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી વિસ્તારમાં બે લગામ ચાલતા ડમ્પરો વિરુદ્ધ કડક પગલા લેવામાં તંત્ર વમળું સાબિત થયું છે. ઓવરલોડ ખનીજ ભરીને આવતા ડમ્પર ચાલકો કોઈની પણ પરવાહ કર્યા વિના બે રોક ટોક ચાલતા વારંવાર અકસ્માતો સર્જતા રહે છે અને લોકોના મોત થઈ રહ્યા છે.

Exit mobile version